સાહિલ વાકોડેના માતાપિતા દ્વારા આઝાદ મેદાનમાં ઉપવાસ શરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીની આત્મહત્યા
પુત્રને ન્યાય અને જવાબદારોને સજા ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે
મુંબઈ - આઈઆઈટી બોમ્બેના આત્મહત્યા કરનાર વિદ્યાર્થી સાહિલ વાકોડેના પિતાએ સોમવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ધરણા પ્રદર્શન શરૃ કર્યું અને તેમના પુત્રના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. રવિન્દ્ર વાકોડેએ કહ્યું છે કે જ્યાં સુધી તેમના પુત્રને ન્યાય ન મળે અને જવાબદારોને સજા ન મળે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે.
સાહિલના પરિવારે આરોપ લગાવ્યો છે કે પુત્રને ં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડયો હતો.
૧૮ સપ્ટેમ્બરની સાંજે બીજા વર્ષનો વિદ્યાર્થી સાહિલ વાકોડે (૨૨)નો મૃતદેહ તેના હોસ્ટેલ રૃમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. તેને મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન ચેટજીપીટી અક્સેસ કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા પકડવામાં આવ્યો હોવાના ગણતરીના કલાકોમાં આ ઘટના બની હતી.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના કથિત કેસની તપાસ કરી રહી છે.
આઈઆઈટી બોમ્બે બોર્ડે અગાઉ સાહિલના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ માટે ૧૦ સભ્યોની સમિતિની રચના કરી હતી.
જાતિ ભેદભાવ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ લગાવતી પોલીસ એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા ફેકલ્ટી સભ્ય પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને નિષ્પક્ષ તપાસ માટે રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
સાહિલએ આત્મહત્યા પહેલા તેની ફ્રેન્ડને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન એક નજીકની ફ્રેન્ડને કહ્યું હતું કે તેણે ભૂલ કરી છે. તેમજ આ વિદ્યાર્થીએ કોઈ જાતિ સંબંધિત ટિપ્પણી કરી ન હતી કે કોઈ જાતિ સંબંધિત ઘટનાનો ઉલ્લેખ કર્યો ન હતો.
તપાસકર્તાઓએ અનુમાન લગાવ્યું કે સાહિલ તણાવમાં હશે. તેની ફ્રેન્ડેએ તેને શાંત રહેવાની સલાહ આપી હતી. તેણે તેને આ વાત ભૂલીને આગામી પેપર પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ સલાહ આપી હતી.




