Mumbai

સાયન હોસ્પિટલમાં દરદીઓનો ધસારો ઃ એક બેડ પર બે પેશન્ટ

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈની સાયન હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. 1900 બેડની ક્ષમતા સામે રોજ 5000થી વધુ દર્દીઓ OPDમાં આવે છે, અને 200થી વધુને દાખલ કરાય છે. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીઓ પણ આવતા હોવાથી, હોસ્પિટલની લોબીમાં બેડ મુકાયા છે અને એક બેડ પર 2 દર્દીઓને સુવડાવવાની ફરજ પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયન હોસ્પિટલમાં દરદીઓનો ધસારો ઃ એક બેડ પર બે પેશન્ટ

અન્ય રાજ્યોના દર્દીઓની પણ ભીડ

ઓપીડીમાં રોજ પાંચ હજાર દરદીઓ ઃ હોસ્પિટલની લોબીમાં બેડ રખાયા

મુંબઈ  - મુંબઈ મહાનગરપાલિકા એક તરફ દરદીઓને અદ્યતન ઢબે તબીબી સારવાર પૂરી પાડવા અને દરેક હોસ્પિટલમાં ડિઝાસ્ટર કન્ટ્રોલ રૃમ ઊભા કરવાની તૈયારી કરી રહી છે ત્યારે બીજી તરફ સાયનની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં દરદીઓનો એટલે ધસારો છે કે અમુક વોર્ડમાં તો એક બેડ ઉપર બે-બે દરદીઓને સૂવડાવવામાં આવે છે, જ્યારે હોસ્પિટલની લોબીઓમાં ફોલ્ડિંગ ખાટલા ઢાળવામાં આવ્યા છે.

સાયનની  લોકમાન્ય તિલક હોસ્પિટલની ક્ષમતા ૧૯૦૦ બેડની છે. ઓપીડીમાં દરરોજ સાડાચારથી પાંચ હજાર પેશન્ટ આવે છે અને ૨૦૦થી વધુ દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. મુંબઈના કરદાતાઓના ખર્ચે ચાલતી આ હોસ્પિટલમાં રાજ્યના અન્ય ગામોમાંથી જ નહીં પણ બહારના રાજ્યોમાંથી પણ દરદીઓ સારવાર માટે આવે છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ સાયન હોસ્પિટલમાં નિયમિત ઉપચાર માટે આવતા દરદીઓની સંખ્યા ખૂબ જ મોટી છે. આ પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન ફેલાતી બીમારીઓની સારવાર માટે આવતા પેશન્ટોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. આને કારણે દરદીઓને સમાવવા માટે ઘણીવાર એક બેડ પર બે પેશન્ટને રાખવા પડે છે.

સાયન હોસ્પિટલ પરિસરમાં જ કરોડો રૃપિયાના ખર્ચે નવી હોસ્પિટલની ઇમારત બંધાઈ રહી છે. આ હોસ્પિટલ બંધાઈ ગયા પછી બેડની સંખ્યા ૧૯૦૦થી વધીને ૩,૨૮૬ પર પહોંચશે.