Mumbai

એપીએમસીના બગડેલાં સફરજન બજારોમાં ઠલવાય છે

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
નવી મુંબઈના APMC માર્કેટમાં કચરાના ઢગલામાંથી બગડેલા સફરજન વીણીને મુંબઈ-થાણેની બજારોમાં સસ્તા ભાવે વેચાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ સફરજન 100-200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા આ મામલે સઘન તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપીએમસીના બગડેલાં સફરજન બજારોમાં ઠલવાય છે

ગ્રાહકોના આરોગ્ય સાથે  ચેડાંનાં ગંભીર આક્ષેપો

કચરાંના  ઢગલામાંથી સફરજન વીણીને અમુક લોકો લઇ જતા હોવાનો વિડીયો વાયરલ થયો

મુંબઈ -  નવી મુંબઇના એપીએમસી માર્કેટમાં કચરામાં ફેંકી દેવાયેલા સફરજન મુંબઇ અને થાણેની માર્કેટમાં સસ્તા ભાવે વેંચાતા હોવાની જાણકારી મળ્યા બાદ આ મામલે સઘન તપાસ કરવાની માગણી થઇ રહી છે. કથિત મામલે વિડીયો પણ વાયરલ થયો છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની ચિંતા લોકોએ વ્યક્ત કરી છે.

પ્રાપ્ત  જાણકારી અનુસાર એપીએમસી માર્કેટમાંથી કેટલાંક લોકો કચરાના ઢગલામાંથી થોડાં બગડેલાં સફરજન એકઠાં કરીને બહાર બજારોમાં વેંચી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવા સફરજન પ્રતિ કિલો ૧૦૦ કે ૨૦૦ રૃપિયાના દરે વેંચાઇ રહ્યા છે. જ્યારે કે ફળ બજારમાં પ્રતિ કિલો ૧૨૫ રૃપિયાના ભાવે સફરજન મળે છે.

વાયરલ થયેલાં વિડીયોમાં કચરામાંથી ફળો ભેગા કરનારી વ્યક્તિ થાણે અને મુંબઇની બજારોમાં આ સફરજન વેંચતા હોવાની વાત કરી રહ્યા હતા. તેમજ આ રીતે કચરાંમાંથી ફળો ઉપાડનારા લોકોની સંખ્યા પણ વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કચરાંમાંથી ઉપાડેલા ફળોની ગુણવત્તા, સ્વચ્છતાની તપાસ કોણ કરશે? આવા ફળો સીધાં ગ્રાહકો સુધી પહોંચે છે અને તેમના આરોગ્ય સાથે ચેડાં થાય છે. લોકોએ માગણી કરી છે કે આ મામલે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા ફળોનું વેંચાણ અટકાવવા માટે ઉપાય અજમાવવામાં આવે.