Mumbai

રોશને ટ્રેનમાં હત્યાના દિવસે જ રુ. ૫૦માં નવું ચાકુ ખરીદ્યુ હતું

By GS Team
26 Jun 20263 mins read
TukuTouch Logo
મુંબઈની લોકલ ટ્રેનમાં મયંક લોહારની હત્યા કરનાર રોશન સુવર્ણાને બોરીવલી કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. તેણે 50 રૂપિયામાં ચાકુ ખરીદ્યું હતું. ઝઘડા બાદ રોષે ભરાયેલા રોશને મયંક પર ચાકુના 3 ઘા ઝીંક્યા હતા. રોશન ગુસ્સાવાળો અને દારૂ પીને ઝઘડતો હોવાનું પિતાએ જણાવ્યું હતું. પોલીસે રોશનના ઘરેથી AC લોકલનો માસિક પાસ પણ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોશને  ટ્રેનમાં હત્યાના દિવસે જ  રુ. ૫૦માં નવું ચાકુ ખરીદ્યુ હતું

લોકલમાં હત્યા કરનારો રોશન પાંચ દિવસના રિમાન્ડ પર

રોશનના પિતાના જણાવ્યા અનુસાર તે બહુ ગરમ સ્વભાવનો હહતો, દારુ પીને વોચમેન તથા રિક્ષાચાલકો સાથે  ઝઘડતો  હતોં

મુંબઈ -  લોકલ ટ્રેનમાં મંગળવારે મયંક રમેશ લોહારને ચાકુ મારીને હત્યા કરનાર રોશન સુવર્ણાએ તે જ દિવસે માત્ર ૫૦ રૃપિયામાં ચાકુ ખરીદ્યુ હતું. ઝગડા બાદ, ે તેણે પોતાની બેગમાંથી છરીનું પેકેજિંગ ખોલ્યું  હતું અને ગુસ્સામાં મયંક પર હુમલો કર્યો હતો.

ગુરુવારે, બોરીવલી રેલવે પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા હતા. રાત્રે ટ્રેનમાં રોશન અને મયંક વચ્ચે થયેલી દલીલ બાદ, કેટલાક મુસાફરોએ રોશનની મારપીટ કરી હતી. જયારે અન્ય મુસાફરોએ રોશનના ચહેરા પર મુક્કા માર્યા હતા, જેના કારણે તેની આંખ પાસે જખમ અને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાર બાદ, ગુસ્સે ભરાયેલા રોશન સુવર્ણાએ તેની બેગ ખોલી અને ભૂરા કાગળમાં લપેટેલી છરી કાઢી હતી. આ પછી, તેણે દરવાજા પાસે  ઊભેલા મયંકના પેટમાં ત્રણ વાર છરી મારી હતી.

ગુરુવારે, આરોપી રોશન સુવર્ણાને બોરીવલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તેને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

રોશન સુવર્ણા અપરિણીત છે અને મીરા રોડ-ઈસ્ટમાં સાંઈબાબા નગરમાં મેઘદૂત ટાવરમાં તેના માતા-પિતા અને બહેન સાથે રહેતી હતી. તે મૂળ મેંગલુરુનો છે અને છેલ્લા પાંચ વર્ષથી તેના પિતા સાથે બારકોડ નિર્માતાના વ્યવસાયમાં કામ કરતો હતો. તેણે બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના માતા-પિતાના જણાવ્યા મુજબ, તે ખૂબ ગરમ સ્વભાવનો હતો. આરોપીના પિતા બાબુ સુવર્ણાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પુત્ર દારૃ પીધા પછી નજીવા કારણોસર વોચમેન અને રિક્ષાચાલકો સાથે ઝઘડો કરતો હતો.

રોશન સુવર્ણાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો એક મિત્ર જાણીતી ઓનલાઈન રિટેલ કંપનીમાં કામ કરે છે. તે ગ્રાહકો દ્વારા પરત કરવામાં આવતી ઘરવખરીની વસ્તુઓને વધારાની આવક માટે વેચતો હતો. રોશન સુવર્ણાએ તે જ મિત્ર પાસેથી ૫૦ રૃપિયામાં રસોડાની છરી ખરીદી હતી અને તેને ઘરે લઈ જઈ રહ્યો હતો. ગુરુવારે, રેલવે પોલીસે રોશન સુવર્ણાના ઘરની તપાસ કરી હતી. આ સમય દરમિયાન, પોલીસને તેના સામાનમાંથી એસી લોકલનો માસિક પાસ મળ્યો હતો.

રોશનને અન્ય પ્રવાસીઓએ  માર્યો હતો

નાલાસોપારાના એક પ્રત્યક્ષદર્શી મુસાફરે પોલીસને જણાવ્યું કે, મયંક લોહાર અને રોશન સુવર્ણા અંધેરીથી રાત્રે ૧૦.૪૨ વાગ્યે ઉપડતી ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનમાં ચઢયા હતા. વરસાદ પડી રહ્યો હતો, ત્યારે સીટ પર બેઠેલા કેટલાક મુસાફરોએ મયંકને દરવાજો બંધ કરવા કહ્યું હતું. મયંક દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે રોશન સુવર્ણા, જે દરવાજો ખુલ્લો રાખવા માંગતો હતો, તેનો વિરોધ કર્યો હતો. આનાથી બંને વચ્ચે દલીલ થઈ હતી. દલીલ વધી ગયા પછી, બેઠેલા મુસાફરો મયંકને આરોપીથી દૂર બીજા દરવાજા તરફ લઈ ગયા હતા. કેટલાક મુસાફરોએ સુવર્ણાને પણ ઠપકો આપ્યો અને તેની આંખો પાસે મુક્કો માર્યો હતો. આનાથી ગુસ્સે થઈને રોશન સુવર્ણાએ બેગ ખોલી, કાગળમાં લપેટેલી વસ્તુ કાઢી અને કાગળ ફાડી નાખ્યો અને છરી કાઢી હતી. ત્યાર બાદ, તે મયંક તરફ દોડયો અને તેને ગાળો આપી, છરીથી ઘા કર્યો હતો. ટ્રેનમાં હુમલો જોનારા પ્રત્યક્ષદર્શીઓની હાજરીમાં આરોપીની ઓળખ કરવામાં આવશે.