Mumbai

રોહન અને તેનો ગનમેન રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં PMના કાર્યક્રમ પહેલાં રોહન પારેખે AIથી નકલી PMO આઈડી બનાવી રોફ જમાવવા સશસ્ત્ર ગનમેન સાથે શોપિંગ મોલમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ તપાસમાં રોહને ChatGPTનો ઉપયોગ કરી નકલી PMO આઈડી બનાવ્યાની કબૂલાત કરી છે. કોર્ટે રોહન અને ગનમેન દિલીપ કુંડેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોહન અને તેનો ગનમેન  રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા

રોફ છાંટવા  માટે સ્વાંગ સજ્યો હતો

પીએમના કાર્યક્રમ વેન્યુમાં આગલા  દિવસે ઘૂસવા એઆઈથી આઈડીકાર્ડ બનાવ્યું હતું

મુંબઈ- વડાપ્રધાનની ઈવેન્ટની  પૂર્વસંધ્યાએ  તે જ સ્થળે શોપિંગ મોલમાં પોતે પીએમઓ અધિકારી હોવાનો દાવો કરી સશસ્ત્ર ગનમેન સાથે ઘૂસેલા રોહન પારેખ તથા તેના ગનમેન દિલીપ કુંડેના રિમાન્ડ પૂરા થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર રોહને પોતે એઆઈનો ઉપયોગ કરી પીએમઓનું નકલી આઈકાર્ડ બનાવ્યું હોવાની કબૂલાત કરી છે. તેણે જાહેરમાં વટ પાડવા માટે આ કૃત્ય કર્યું હતું.

રોહન અને દિલીપની પોલીસ કસ્ટડી પૂરી થતાં અહીં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ કોર્ટ) ડીએસ ખેડેકર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી આપી છે.

પોલીસે જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચાલુ ટેકનિકલ તપાસ પૂર્ણ કરવા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે બંનેના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. પરીખે ૨૦૨૫ થી ચેટજીપીટીનો ઉપયોગ કરીને પીએમઓ આઈડી અને સંબંધિત દસ્તાવેજો બનાવટી બનાવવાની કબૂલાત કરી છે,એમ પોલીસે જણાવ્યું હતું.

તેના ફોનના ડેટા કાઢવાથી પીએમઓના પત્રવ્યવહારના મુસદ્દા સાથે સંબંધિત સર્ચ હિસ્ટરી મળી હતી, એમ તેમણે જણાવ્યું હતું. બનાવટી પીએમઓ દસ્તાવેજો અથવા ઓળખપત્રનો ઉપયોગ અન્ય કોઈ સ્થળોએ કર્યો હતો કે કેમ તેની તપાસ બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે એ પણ ભાર મૂક્યો કે કુંડે, એક ભૂતપૂર્વ આર્મી જવાન છે અને તેની પાસેથી રિવોલ્વર મળી આવી હતી, તેણે સ્વીકાર્યું હતું કે તેના અંગત ઉપયોગના હથિયારનો ઉપયોગ પરીખ માટે વ્યાવસાયિક બોડીગાર્ડ તરીકે કામ કરવા માટે થઈ રહ્યો હતો.

જોકે, બંને આરોપીઆના વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ કબૂલાત કરી છે કે તેમણે દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને કોઈ તૃતીય પક્ષ તેમાં સામેલ નહોતો. તેથી કંઈપણ બહાર લાવવા માટે વધુ રિમાન્ડની જરૃર નથી, એમ તેમણે ઉમેર્યું.

બંને પક્ષોને સાંભળ્યા પછી કોર્ટે ઠરાવ્યું કે રિમાન્ડ રિપોર્ટમાં દર્શાવેલ આધાર વધુ કસ્ટડીને વાજબી ઠેરવતો નથી. આમ, તેણે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.