Mumbai

ફરજિયાત મરાઠીના આદેશ સામે રિક્ષા-કેબ ચાલકો હાઈકોર્ટમાં

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં 4 કેબ ડ્રાઇવરોએ મહારાષ્ટ્ર સરકારના મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમની અરજીમાં જણાવાયું છે કે, આ નિયમ બંધારણના અનુચ્છેદ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ નિર્ણય લાખો ડ્રાઇવરોની આજીવિકા જોખમમાં મૂકશે. આ અરજી 27મીએ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરજિયાત મરાઠીના આદેશ સામે રિક્ષા-કેબ ચાલકો હાઈકોર્ટમાં

લાખો ચાલકોની આજીવિકા જોખમાશે તેવી દલીલ

બંધારણ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ક્યાંય કોઈ ભાષાનું જ્ઞાાન અનિવાર્ય હોવાનું સુચવાયું નથી તેવી રજૂઆત

મુંબઈ -  મોબાઇલ કેબ એગ્રીગેટર એપ્સનો ઉપયોગ કરીને કેબ ચલાવતા ચાર કેબ ડ્રાઇવરોએ ઓટો રિક્ષા, ટેક્સી અને એપ-આધારિત કેબ ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું કાર્યકારી જ્ઞાાન ફરજિયાત બનાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતા બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે.

આ અરજી  તા. ૨૭મીએ મુખ્ય કાર્યકારી ન્યાયધીશ સમક્ષ ચાલવામાં આવે તેવી સંબાવના છે.

કેબ  ડ્રાઇવરોની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે મરાઠી ભાષાનો નિયમ બંધારણના અનુચ્છેદ ૧૪ (સમાનતાનો અધિકાર), ૧૯ (વેપાર અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા) અને ૨૧ (જીવનનો અધિકાર) હેઠળના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની વિરુદ્ધ છે, જે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કોઈ ભાષાની આવશ્યકતા સૂચવતું નથી.

 મૂળ અધિનિયમ (મોટર વાહન અધિનિયમ)ડ્રાઇવર માટે લાયકાત તરીકે, બેજની શરત તરીકે, અથવા પરમિટની શરત તરીકે કોઈપણ ભાષાના કાર્યકારી જ્ઞાાનને નિર્ધારિત કરવાની  રાજ્ય સરકારને કોઈ સત્તા આપતું નથી, અને આવા આધાર પર બેજને સસ્પેન્ડ અથવા રદ કરવાની કોઈ સત્તા આપતું નથી. વિવાદિત સૂચના એક નવી  અપાત્રતા અને સસ્પેન્શન અને રદબાતલનું નવું કારણ રુપ બને છે. જોકે, આવાં કોઈ કારણને દેશની સંસદે મંજૂરી આપી નથી.

અરજીમાં જણાવાયું છે કે જો આ નિયમ લાગુ કરવામાં આવે તો લાખો ગરીબ અને સ્થળાંતરિત ડ્રાઇવરોને બેજ સસ્પેન્શન અને પરમિટ રદ કરવાનો સામનો કરવો પડશે, જેનાથી તેમની આજીવિકા જોખમમાં મુકાશે. પીઆઈએલમાં મહારાષ્ટ્રભરના લગભગ ૯.૬૫ લાખ ડ્રાઇવરોને પડતી મુશ્કેલીઓ અટકાવવા માટે સરકારી સૂચના પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.