Mumbai

છૂટાછેડા પૂર્વે બીજાં લગ્ન નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જેવો મોટો ગુનો નથી

By GS Team
25 Apr 20261 min read
છૂટાછેડા પૂર્વે બીજાં લગ્ન  નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જેવો મોટો ગુનો નથી

પહેલી પત્નીને ભરપાઈ, બીજીનો નિર્વાહ શક્ય નહી ંબને

આરપીએફ કર્મચારીને  બરતરફ કરતો રેલવેનો આદેશ હાઈકોર્ટ દ્વારા રદ

મુંબઈ -  પહેલી પત્નીથી જુદા રહ્યા બાદ છૂટાછેડા થાય ત્યાં સુધી પતિએ બીજા લગ્ન કરવા માટે રાહ જોવી જરૃરી છે.  છૂટાછેડા પૂર્વે બીજા લગ્ન કરીને મોટી ભુલ કરી છે પણ એટલો મોટો ગુનો નથી કર્યો કે તેણે નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે, એવું નિરીક્ષણ કરીને હાઈકોર્ટે આરપીએફ કર્મચારીની બરતરફીનો આદેશ રદ કર્યો હતો.

અરજદાર તરફથી ભુલ થઈ છે પણ તેને નોકરીમાંથી કાઢવાથી તે પહેલી પત્નીને દેખભાળનો ખર્ચ આપી શકશે નહીં અને પોતાનો અને બીજી પત્નીનો ઉદરનિર્વાહ કરી શકશે નહીં. આથી તેની બરતરફીનોે રલવેનો નિર્ણય અયોગ્ય છે. 

તેને સજા તરીકે જે દિવસે સસ્પેન્ડ કર્યો એ મહિલાથી એટલે કે જાન્યુઆરી ૨૦૨૫થી મે ૨૦૨૬ સુધી પગાર આપવામાં આવે નહીં તેમ જ તેને ૨૦૨૬થી ૨૦૨૯ સુધી બઢતી આપવામાં આવે નહીં, એમ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

આરપીએફના કલ્યાણ કાર્યાલયમાં જુનિયર ક્લાર્ક રહેલા કર્મચારીના પહેલા લગ્ન ૨૦૦૮માં થયા હતા. વિવાદ બાદ છૂટાછેડા સુધી વાત પહોંચી હતી. અંતિમ ચુકાદો આવે એ પહેલાં અરજદારે પહેલી પત્નીને દેખભાળ ખર્ચ આપતો હતો.  કેસ ચાલુ હતો ત્યાં જ તેણે ૨૦૧૬માં બીજા લગ્ન કર્યા હતા. રેલવેને આ વાતની જાણ થતાં તેણે ખાતાકીય તપાસ કરીને તેને દોષિત ઠેરવ્યો હતો.