Mumbai

મુંબઈમાં રેડ એલર્ટ ; આજે અને કાલે તોફાની પવન સાથે બારે મેઘ ખાંગા થવાની ચેતવણી

By GS Team
4 Jul 20263 mins read
TukuTouch Logo
હવામાન વિભાગે મુંબઈ સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. થાણે, પાલઘર, રાયગઢ, નાસિક, પુણે, સાતારા અને કોલ્હાપુરમાં આગામી 2 દિવસ (4-5 જુલાઈ) દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મુંબઈમાં 50-60 કિલોમીટરની ઝડપે પવન અને 200 મિલીમીટર વરસાદની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં રેડ એલર્ટ ;   આજે અને કાલે તોફાની પવન સાથે બારે મેઘ ખાંગા થવાની ચેતવણી

આજે અને આવતીકાલે થાણે, પાલઘર, રાયગઢ સહિત ૭ જિલ્લામાં રેડ એલર્ટ

જૂન આખાનો  વરસાદ જુલાઇના ત્રણ દિવસમાં   વરસ્યો ઃ    નાસિક, પુણે, સાતારા, કોલ્હાપુર ઘાટમાં   પણ ભારે વરસાદની ચેતવણી

મુંબઇ -     હવામાન વિભાગે   એવો ચેતવણીસૂચક   વરતારો  આપ્યો છે કે   મુંબઇનું ગગન સતત ચાર દિવસ(૩૦,જૂનથી ૩, જુલાઇ) થી અનરાધાર વરસી રહ્યું છે. હજી  આવતા આવતા ચાર દિવસ(૪થી૭, જુલાઇ) દરમિયાન પણ મુંબઇમાં   આભ ફાટે તેવો ગાંડોતૂર વરસાદ વરસે તેવાં ભારે તોફાની કુદરતી પરિબળો  સર્જાયાં છે. સાથોસાથ, આખા કોંકણમાં અને  મધ્ય મહારાષ્ટ્રમાં પણ અતિવૃષ્ટિ થાય તેવા સંકેત મળી રહ્યા છે.

હવામાન  વિભાગે ૪,૫- જુલાઇ દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના સાત જિલ્લામાં રેડ એલર્ટ જારી  કરી  છે.  

હવામાન વિભાગે આવતા બે દિવસ(૪,૫-જુલાઇ) દરમિયાન મુંબઇ માટે રેડ એલર્ટ, જ્યારે ૬, જુલાઇએ  ઓરેન્જ, ૭, જુલાઇએ  યલો એલર્ટ જારી કરી છે. એટલે કે ૪,૫ જુલાઇ દરમિયાન મુંબઇમાં  ૫૦-૬૦ કિલોમીટરની  અતિ તીવ્ર ગતિએ  સૂસવાટાભેર  પવન  ફૂંકાવા સાથે   ૨૦૦ મિલિમીટર ( આઠ ઇંચ)જેટલો ભારે તોફાની વરસાદ વરસે તેવી શક્યતા છે. આમ આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં બારેય મેઘ  ખાંગા  થાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે.

આ જ બંને દિવસ(૪,૫-જુલાઇ)  દરમિયાન  થાણે,પાલઘર  માટે  પણ  રેડ એલર્ટની ચેતવણી  જારી કરી છે. ૪,જુલાઇએ રાયગઢ માટે પણ રેડ એલર્ટ જારી કરી છે. જ્યાર ૪થી ૬, જુલાઇ દરમિયાન રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ શ્રીકાર વર્ષા  ( ઓરેન્જ - યલો  એલર્ટ)  થવાનો વરતારો આપ્યો છે. આમ ૪થી ૭, જુલાઇ દરમિયાન મુંબઇ સહિત આખા કોંકણમાં જબરી મેઘ મહેર વરસે તેવી સંભાવના છે.

  બીજીબાજુ  ૪,૫- જુલાઇ  દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના નાસિક શહેરઅને  ઘાટ, પુણે ઘાટમાં પણ ભારેથી અતિ ભારે વર્ષા ( રેડ એલર્ટ)   થવાની શકયતા છે.  ૪થી૭, જુલાઇ દરમિયાન  કોલ્હાપુર ઘાટ અને સાતારા ઘાટમાં પણ  મુશળધાર વરસાદ( ઓરેન્જ એલર્ટ)  ની ચેતવણી જાર કરવામાં આવી છે.   

હવામાન વિભાગે ૪થી ૭, જુલાઇ દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભ( અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોળી,  ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશીમ, યવતમાળ) માં પણ મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે ધોધમાર વર્ષા થવાનો વાતારો જારી કર્યો છે. જ્યારે  આ જ દિવસોમાં મરાઠવાડામાં પણ  અમુક  સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ( મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીક્રમ સિંહે  ગુજરાત સમાચારને  બહુ મહત્વની માહિતી આપતાં કહ્યું છે કે ૪, ૫, જુલાઇ મોટો પટ્ટો)   સર્જાયો છે. બંગાળના ઉપસાગરના ઉત્તર -પશ્ચિમ( વાયવ્ય) હિસ્સા પર હવાના હળવા દબાણનું કેન્દ્ર( લો - પ્રેશર) સર્જાઇ રહ્યું છે. પરિણામે આખા  પશ્ચિમ ભારત પર ભેજનો  વિપુલ જથ્થો  ઠલવાઇ રહ્યો   છે.  ઉપરાંત, પૃથ્વીના વાતાવરણના પહેલા પટ્ટા ટ્રોપોસ્ફિયરના નીચેના અને ઉપરના હિસ્સામાં  શિયરઝોન(બે વિરુદ્ધ દિશાના ભરપૂર ભેજવાળા પવનોની ટક્કર થાય તે  વિસ્તાર  )  પણ સર્જાયો છે.  વરસાદી વાદળોનો    જબરો  જમઘટ પણ  મુંબઇ અને ગુજરા પર  જામ્યો   છે. સાથોસાથ મુંબઇ અને મહારાષ્ટ્ર પર નૈઋત્યના ભરપૂર ભેજવાળા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે.

  આ તમામ કુદરતી પરિબળો સંપૂર્ણપણે સાનુકુળ બનીને તોફાની પણ બની રહ્યાં હોવાથી  મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં રસતરબોળ વર્ષા  થશે.

 મુંબઇગરાં માટે ખુશી સમાચાર એ પણ છે કે જૂનમાં જે ઓછો વરસાદ વરસ્યો તે ૧થી ૩, જુલાઇના ફક્ત ત્રણ દિવસમાં જમા થઇ ગયો છે. આખા  કોંકણમાં  અને મધ્ય મહારાષ્ટ્રમાં  પણ આ જ ચારેક  દિવસમાં ભરપૂર વર્ષાથવાથી ઘણી રાહત રહેશે. જોકે મરાઠવાડામાં થોડાક ઓછા વરસાદની  સંભાવના છે.

  આજે કોલાબામાં મહત્તમ તાપમાન  ૨૬.૫ અને લઘુત્તમ તાપમાન ૨૪.૪ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૭.૧ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ  ૯૪ -૯૪ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૯૫ -૯૭ ટકા જેટલું ઝાઝુંબધું રહ્યું  હતું.

આજે કોલાબામાં(રાતના ઃ ૮ ઃ ૩૦ સુધી) ૩૬.૬ મિલિમીટર, જ્યારે સાંતાક્રૂઝમાં ૫૦.૬ મિલિમીટર વર્ષા નોંધાઇ છે. આજ દિવસ સુધીમાં કોલાબામાં ૭૮૦.૭ (   ૩૧.૨૨ ઇંચ  ), જ્યારે   સાંતાક્રૂઝમાં ૮૧૮.૩(૩૨.૭૩  ઇંચ)   મિલિમીટર વરસાદ નોંધાયો છે.

૨, જુલાઇના સવારના ૮ ઃ ૩૦ થી આજે ૩, જુલાઇના સવારના ૮ ઃ ૩૦ દરમિયાન મુંબઇના રામ મંદિરમાં  ૧૩૮.૫ મિલિમીટર, ભાયખલા - ૧૧૩.૫, બાંદ્રા - ૧૧૭.૫, કોલાબા- ૧૧૧.૮, ટાટા પાવર ચેમ્બુર - ૧૦૯.૫, સાયન- ૧૦૯.૫,  જૂહુ એરપોર્ટ - ૧૦૬.૦, સાંતાક્રૂઝ - ૧૦૧.૦, વિક્રોલી - ૯૮.૦ મિલિમીટર વરસાદ નોંધાયો છે.