Mumbai

ઈજા બાદ રશ્મિકા ટૂંક સમયમાં ફરી શૂટિંગ શરુ કરશે

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી રશ્મિકા મંદાનાને તેની ફિલ્મ 'માયસા'ના શૂટિંગ દરમિયાન જમણા પગના સ્નાયુમાં ખેંચાણ આવતા તે હાલ આરામ કરી રહી છે. રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે તે ટૂંક સમયમાં કામ પર પરત ફરશે. હાલ તે પૂજા અને પઝલ્સ ભરીને સમય પસાર કરી રહી છે. આ ઘટનાથી 'માયસા'ની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈજા બાદ રશ્મિકા ટૂંક સમયમાં   ફરી શૂટિંગ શરુ કરશે

જોકે, ચોક્કસ ડેડલાઈન આપી નથી

હાલ રશ્મિકા પૂજામાં ભાગ લઇ અને પઝલ્સ  ભરી સમય પસાર કરી રહી છે                                          

મુંબઈ -  રશ્મિકા મંદાનાને તેની મહત્વની ફિલ્મ 'માયસા' માટે શૂટિંગ કરતી વખતે જમણાં પગનો સ્નાયુ ખેંચાઇ જતાં તે હાલ આરામ કરી રહી છે. રવિવારે તેણે એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં કામ પર પાછી આવી જવાની છું.  જોકે, રશ્મિકાએ પોતાને સેટ પર પાછા ફરવામાં કેટલો સમય લાગશે તે ચોક્કસ કહ્યું નથી.

રશ્મિકાએ સોશિયલ  મિડિયા પોસ્ટ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે પૂજા કરી રહી છે અને કુદરતી દશ્યોની મોજ માણી રહી છે તથા પઝલ્સ ભરી સમય પસાર કરી રહી છે.

જુલાઇ ૨૦૨૫માં 'માયસા'નો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો હતો જેમાં રશ્મિકા  હાથમાં શસ્ત્ર સાથે લોહીથી લથપથ હાલતમાં કેમેરા સામે ઘૂરી રહી હોય તેવો સીન હતો. 'માયસા'માં રશ્મિકાની સાથે ગુરૃ સોમસુંદરમ અને ઇશ્વરી રાવ પણ મહત્વની ભૂમિકા કરી રહ્યા છે. માયસા ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં  રજૂ કરવાનો પ્લાન હતો પરંતુ હવે રશ્મિકાએ બ્રેક લાગતાં તેની રીલિઝ ડેટ બદલાઈ શકે છે.