Mumbai

લગ્ન પૂર્વે રશ્મિકાને સાસુએ ખાનદાની કંગન ભેટ આપ્યાં

By GS Team
25 Feb 20261 min read
લગ્ન પૂર્વે રશ્મિકાને  સાસુએ ખાનદાની કંગન ભેટ આપ્યાં

રશ્મિકા અને વિજય આજે સાત ફેરા ફરશે

સંગીત સેરિમનીમાં રશ્મિકાએ પુષ્પા ટુનાં અંગારો ગીત પર ડાન્સ કર્યો

મુંબઈ -  રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આવતીકાલે  ઉદયપુરમાં સાત ફેરા ફરી  દામ્પત્ય જીવનનો પ્રારંભ કરશે. લગ્ન પૂૂર્વેના પ્રસંગોમાં ભાગ લેવા માટે  રશ્મિકાની 'એનિમલ'  ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સહિતના મિત્રો ઉદયપુર પહોંચ્યા હતા. 

પ્રિ વેડિંગ સેરિમનીમાં  સંગીત દરમિયાન રશ્મિકાને તેની સાસુએ ખાનદાની કંગન ભેટ આપ્યાં હોવાની ચર્ચા છે.  પ્રિ વેડિંગ ફંકશન્સની સાથે સાથે રશ્મિકા અને વિજયના પરિવારોએ ક્રિકેટ મેચનો પણ આનંદ માણ્યો હતો.  સંગીત વખતે રશ્મિકાએ તેની હિટ ફિલ્મ 'પુષ્પા ટુ'નાં 'અંગારો' ગીત પર ડાન્સ કર્યો હતો. 

રશ્મિકા  અને વિજયની ટીમ તથા તેેમના કેટલાક મિત્રો મહેંદી સહિતના ફોટા જાતે જ વાયરલ કરી રહ્યા છે. જોકે, કોઈ અનાધિકૃત રીતે વિડીયો ન લઈ શકે તે માટે ઉદયપુરમાં જ્યાં લગ્ન થવાંના છે તે હોટલ આસપાસ ડ્રોન ઉડાડવા  પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હોવાનું જાણવા મળે છે.