Mumbai

રણબીર કપૂરની પુત્રી રાહા સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની રામાયણ જોશે

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'નું પ્રમોશન સાન ડિયેગોમાં શરૂ થયું છે. કોમિક કોન 2026માં રણબીરે જણાવ્યું કે, તેમની પુત્રી રાહાની મોટા પડદે જોવા મળનારી આ પ્રથમ ફિલ્મ હશે. નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, સોની પિક્ચર્સ સાથે ભાગીદારી કરી દુનિયાભરમાં રામાયણ રજૂ કરાશે. ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે અને ફિલ્મ 2 ભાગમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીર કપૂરની પુત્રી રાહા સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની રામાયણ જોશે

સાન ડિયેગોમાં કોમિક કોનમાં રણબીર કપૂરની જાહેરાત

રામાયણ મહાકાવ્યને મોટા સિનેમાના મોટા પડદે સાથે બેસીને જોવું તે ભાવિ પેઢી માટે ઉત્તમ પરિચય                                            

મુંબઇ -  જેની કાગડોળે વાટ જોવામાં આવી રાહ જોવામાં આવી રહી છે તે રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું પ્રમોશન વિદેશમાં શરૃ થઇ ગયું છે. ભગવાન રામની ભૂમિકા ભજવવાનો પડકાર ઝીલી રહેલાં રણબીર અને રાવણની ભૂમિકા ભજવી રહેલાં યશ વિદેશમાં ફિલ્મનો પ્રચાર કરવા પહોંચી ગયા છેે.

સાન ડિયેગોમાં કોમિક કોન ૨૦૨૬માં બોલતાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે મારા માટે રામાયણ ફિલ્મનુ મહત્વ એ અંગત કારણે પણ છે કે મારી પુત્રી રાહા ની આ પહેલી ફિલ્મ હશે જે તે મોટાં પડદે નિહાળશે. હું મારી પુત્રીને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ ઉત્સુક છું. રામાયણ તેના માટે મોટાં પડદે જોવાનારી પ્રથમ ફિલ્મ બની રહેશે. રામાયણની કથાનો બાળકોને પરિચય કરાવવા માટે ઉત્તમ રીત તેમની સાથે બેસી રામાયણ ફિલ્મ જોવી તે છે.

ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રામાયણના દુનિયાના દર્શકો સમક્ષ રજૂ કરવાની મારી મહત્વાકાંક્ષા સાકાર થવા જઇ રહી છે. સોની પિકચર્સ એન્ટરટેઇનમેન્ટ સાથે અમારી પાર્ટનરશિપને કારણે મારી આ મહત્વાકાંક્ષા વાસ્તવિકતા બનવા જઇ રહી છે. અમે ટૂંક સમયમાં દુનિયા સમક્ષ ફિલ્મનું ટ્રેલર રજૂ કરીશું. ફિલ્મનું ટ્રેલર સાન ડિયેગોમાં રજૂ કરવાની જાહેરાત કર્યા બાદ છેલ્લી ઘડીએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટને મોકૂફ રાખવામાં આવી હતી.

 રામાયણ ફિલ્મને હોલીવૂડની મોટી ફિલ્મની જેમ પુરી ઝાકઝમાળ સાથે દુનિયાના દર્શકો સમક્ષ રજૂ કરવાની નિર્માતાઓની યોજના છે. રામાયણ ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે.