Mumbai

રણબીરકપૂરે ગણેશવિસર્જન પ્રસંગે પાપારાઝીઓને મીઠાઇ ખવડાવી

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં રણબીર કપૂરે પત્ની આલિયા, પુત્રી રાહા અને માતા નીતુ સાથે ધામધૂમથી ગણપતિ વિસર્જન કર્યું. આરકે સ્ટુડિયોની પરંપરા જાળવી રાખતા, રણબીર સફેદ પેન્ટ-ઓરેન્જ કુર્તામાં ખુલ્લા પગે ચાલ્યો. આલિયાએ રાહાને તેડીને ભાગ લીધો, જ્યારે નીતુ પૂજાની થાળી સાથે જોવા મળ્યા. રણબીરે પાપારાઝીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીરકપૂરે ગણેશવિસર્જન પ્રસંગે  પાપારાઝીઓને મીઠાઇ ખવડાવી

રણબીરનું આલિયા, રાહા  સાથે ગણેશવિસર્જન

ગણપતિ વિસર્જનની આરકે સ્ટુડિયોની ખાનદાની પરંપરાને રણબીર કપૂર આગળ ધપાવી રહ્યો છે                                                                              

મુંબઇ -  રણબીર કપૂરે પત્ની આલિયા, પુત્રી રાહા અને માતા નીતુ સાથે ધામધૂમથી ગણપતિવિસર્જન કર્યું હોવાના વિડિયો શુક્રવારે વાઇરલ થયા હતા. આ પ્રસંગે રણબીર કપૂરે પાપારાઝીઓને મીઠાઇ ખવડાવી તેમનું પણ મોં મીઠું કરાવ્યું હતું.

સફેદ પેન્ટ અને ઓરેન્જ કુર્તામાં સજ્જ રણબીર કપૂર ગણપતિબાપ્પાને પધરાવવા ખુલ્લા પગે ચાલીને ગયો હતો. પિન્ક અને ગ્રીન વસ્ત્રોમાં સજ્જ આલિયાએ રાહાને તેડીને આ પ્રસંગમાં ભાગ લીધો હતો. જ્યારે નીતુ કપૂરે ભૂરાં વસ્ત્રો પહેરી પૂજાની થાળી લઇ પરિવાર સાથે ચાલતી વિડિયોમાં જોવા મળી હતી.

કપૂર ખાનદાન ભારતીય તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવા માટે જાણીતું છે. એક જમાનામાં આરકે સ્ટુડિયો ધમધમતો હતો ત્યારે આખું કપૂર ખાનદાન ગણપતિવિસર્જનના સરઘસમાં સામેલ થતું હતું. આર કે સ્ટુડિયો વેચાઇ ગયા બાદ રણબીર કપૂરે તહેવારો ઉજવવાની પરંપરા ચાલુ રાખી છે.