Mumbai

૧.૧૧ કરોડનાં બાકી પેમેન્ટ મુદ્દે રામગોપાલ વર્માની ફિલ્મ અટકી

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં રામ ગોપાલ વર્માની નવી ફિલ્મ 'પોલીસ કંપની'નું શૂટિંગ વરસોવામાં રોકવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝના સભ્યોએ 5 કલાક સુધી ધમાલ મચાવી, કારણ કે અગાઉની 3 ફિલ્મોના ટેકનિશિયનોને 9 વર્ષથી 1.11 કરોડ રૂપિયા ચૂકવાયા નહોતા. આખરે, વર્માએ બાકી રકમ ચૂકવતા શૂટિંગ ફરી શરૂ થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

૧.૧૧ કરોડનાં બાકી પેમેન્ટ મુદ્દે રામગોપાલ વર્માની ફિલ્મ અટકી

ફિલ્મના સેટ પર પાંચ કલાક સુધી ધમાલ

રામ ગોપાલ વર્માએ ત્રણ-ત્રણ  ફિલ્મોના ટેકનિશિયનોને   તાબડતોબ પેમેન્ટ ચૂકવ્યું                                               

મુંબઈ -  બોલીવૂડમાં રામ ગોપાલ વર્માને તેના હાથના કર્યા હૈયે વાગ્યા છે. રામ ગોપાલ વર્મા જ્યારે મુંબઇમાં તેની નવી ફિલ્મ 'પોલીસ કંપની'નું શૂટિંગ  વરસોવામાં શરૃ કરવા ગયા ત્યારે તેમણે ભૂતકાળમાં જેમને લેણાં નાણાં ચૂકવ્યા નહોતાં તેવા કર્મચારીઓ વતી  ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝના સભ્યોએ ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું હતું. પાંચ કલાક સુધી ફિલ્મનું શૂટિંગ ખોરવાઇ ગયા બાદ રામ ગોપાલ વર્માને સમજાયું હતું કે નાણાં ચૂકવ્યા વિના કામ ચાલશે નહીં.

આખરે રામ ગોપાલ વર્માએ તેમની અગાઉની ત્રણ ફિલ્મોમાં કામ કરનારા ક્રૂ અને ટેકનિશ્યનોની ૧.૧૧ કરોડ રૃપિયાની બાકી રકમ ચૂકવી આપી હતી. એ પછી તેમની ફિલ્મનું શૂટિંગ ફરી શરૃ કરી શકાયું હતું. રામ ગોપાલ વર્માની અગાઉની ત્રણ ફિલ્મોમાં કામ કરનારા કળાકારો અને કસબીઓને નવ વર્ષ સુધી આ રકમ ચૂકવવામાં આવી નહોતી. ફેડરેશન દ્વારા સમયાંતરે આ બાબતે વારંવાર જાણ કરવા છતાં રામ ગોપાલ વર્માએ આ રકમ ચૂકવવાની દરકાર કરી નહોતી.

હાલ રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા પોલીસ અધિકારી દયા નાયકની કારકિર્દીથી પ્રેરિત 'પોલીસ કંપની' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં દયા નાયકની ભૂમિકા હર્ષવર્ધન રાણે ભજવી રહ્યો છે.