Mumbai

સૌરવ ગાંગુલી તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

By GS Team
8 Jul 20261 min read
TukuTouch Logo
સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ 'દાદા'નું પોસ્ટર રિલીઝ થતા જ વિવાદ થયો છે. મુંબઈમાં રાજકુમાર રાવને ગાંગુલીના રોલમાં જોઈને દર્શકો નારાજ છે. લોર્ડઝની બાલ્કનીમાં ગાંગુલીનો શર્ટલેસ પોઝ AI દ્વારા જનરેટ કરાયો છે. વિક્રમાદિત્ય મોટવાણી નિર્દેશિત આ ફિલ્મ 14 મે 2027ના રોજ રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરવ ગાંગુલી તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

દાદા ફિલ્મનું પોસ્ટર રજૂ થતાં જ ટીકાનો મારો

ગાંગુલીનો ઐતિહાસિક શર્ટલેસ પોઝ એઆઈથી જનરેટ કરાયોઃ ફિલ્મ આગામી વર્ષે મેમાં આવશે                                     

મુંબઈ - ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર આધારીત ફિલ્મ 'દાદાઃ ધ સૌરવ ગાંગુલી' સ્ટોરીનું પોસ્ટર જારી કરવામાં આવતાં જ આ ફિલ્મમાં હીરો તરીકે રાજકુમાર રાવ મીસફિટ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. ઘણાં એ આ વિષય પર ફિલ્મ બની રહી છે તે બાબતને આવકારી છે પણ ઘણાં સૌરવ ગાંગુલી તરીકે રાજકુમાર રાવને સ્વીકારતાં અચકાઇ રહ્યા છે. ફર્સ્ટ લુકમાં રાજકુમાર રાવના અપિયરન્સથી દર્શકો ખુશ નથી. આ પોસ્ટરમાં દાદા તરીકે રાજકુમાર રાવને એઆઇ દ્વારા રંગરોગાન કરવામાં આવ્યા હોવાનું દર્શકોને લાગે છે.

ફિલ્મના પોસ્ટરમાં લોર્ડઝની બાલ્કનીમાંથી ગાંગુલી પોતાનું શર્ટ ફરકાવતો હોય એ ક્ષણને દર્શાવવામાં આવી છે. ૨૦૦૨માં ઇંગ્લેન્ડ સામે નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ સૌરવ ગાંગુલીએ શર્ટ કાઢી જીતનો જશ્ન મનાવ્યો હતો.

વિક્રમાદિત્ય મોટવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૪ મે ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવાની નિર્માતાઓની યોજના છે. ફિલ્મનું નિર્માણ ટી સિરિઝ, ડીબીએલ અને લવ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે.