રેસકોર્સનાં ગેલોપ્સનું લાઈસન્સ સસ્પેન્ડઃ મલાડમાં લાખોનું ભેળસેળિયું ઘી જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેલેબ્સનાં વધુ એક માનીતાં રેસ્ટોરાં પર તવાઈ
ગેલોપ્સમાં બરફ પર નોનવેજના લોહીના ડાઘઃ વાંદાનો ઉપદ્રવઃ સ્ટાફની વ્યક્તિગત ચોખ્ખાઈનો પણ અભાવ
મલાડમાં ગુરુકૃપા ડેરીમાં વનસ્પતી ઘી તથા રિફાઈન્ડ તેલથી પૂજા ઘી બનાવાતું હતુઃ બાંદ્રાની હોટલો, વર્સોવાના ફૂડ એકમનાં પણ લાઈસન્સ સસ્પેન્ડ
મુંબઈ - મુંબઈનાં જાણીતા તથા આઈકોનિક ફૂડ એકમો સામે ફૂડ સેફ્ટી મુદ્દે તવાઈ જારી રાખતાં એફડીએએ મહાલક્ષ્મી રેસકોર્સ સંકુલમાં ે રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબની અંદર આવેલું બીજેઆરએસ (ગેલોપ્સ) રેસ્ટોરાંનું ફૂડ લાઈસસન્સ પણ સસ્પેન્ડ કરી દીધુ ંછે. આ ઉપરાંત બાંદ્રા વેસ્ટની ડ્રીમર હોસ્પિટાલિટી, બાંદ્રા વેસ્ટની મિરારી ઉપરાંત મલાડ ઈસ્ટની ગુરુકૃપા ડેરી પ્રોડક્સ, વર્સોવાના ગુફરાન શીખ કોર્નરનાં લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દેવાયાં છે.
ગેલોપ્સ રેસ્ટોરામાં ફ્રિઝની અંદર રખાયેલા બરફ પર નોન વેજના લોહીનાં નિશાન તથા ટમેટા કેચ અપના ડાઘ જોવા મળ્યા હતા. રેસ્ટોરામાં પેકેજિંગ ડેમેજ્ડ હાલતમાં હતું . રેસ્ટોરાનાં કીચનમાં ગ્રીસ જોવા મળ્યું હતું. ગટર ઢાંકેલી ન હતી. વાંદાનો ઉપદ્રવ જણાયો હતો. મોરીમાં પાણી ભરેલું હતું. સ્ટાફના મેડિકલ રેકોર્ડ ન હતા કે તેમની શારીરિક ચોખ્ખાઈ જણાઈ ન હતી. ગેલોપ્સ પણ મુંબઈના માલેતુજારો તથા સેલિબ્રીટીઓનું માનીતું રેસ્ટોરાં ગણાય છે.
માલાડ પૂર્વના ગુરુકૃપા ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન રિફાઇન્ડ સનફ્લાવર તેલ, વનસ્પતિ ઘી અને બ્રાન્ડેડ ઘી ભેળવીને સફેદ તથા પીળું નકલી ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ ઘીનું 'પૂજા ઘી'નામે વેચાણ કરવામાં આવતું હતું.
આ એકમમાં ં ઉંદર અને વાંદાઓ નો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો. એફડીએએ અહીંથી ૧૩.૫૫ લાખની કિંમતનો ૨,૪૬૪ કિલોથી વધુ ભેળસેળયુક્ત સ્ટોક જપ્ત કર્યો હતો.
વર્સોવાના ગૂફરાન શીખ કોર્નરમાં વૈધ ફૂડના પરવાના અથવા નોંધણી વિના ખાદ્ય વ્યવસાય ચાલતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
બાંદરા(પશ્ચિમ)ના ડ્રીમર હોસ્પિટાલિટી પ્રા. લિ. અને મિરારીમાં પણ સ્વચ્છતા તથા આરોગ્ય સંબંધિત નિયમોનો ભંગ મળી આવ્યો હતો. બંને આસ્થાપનો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
તહેવારોની સિઝન દરમિયાન એફડીએએ શંકાસ્પદ, ભેળસેળયુક્ત, ખોટા લેબલવાળા અને હલકી ગુણવત્તાવાળા ઘી, ખાવા, પેડા, ગોળ, તેલ, ચા પાવડર, મીઠાઈ તથા અન્ય ખાદ્યપદાર્થોનો આશરે રૃ. ૩૦.૮૨ લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
ચંદ્રપુરમાં અશોક એગ્રો પ્રોડક્ટ્સના ગોડાઉનમાંથી અસુરક્ષિત અથવા હલકી ગુણવત્તાવાળું હોવાની શંકાએ રૃ. ૬,૭૫,૭૯૦ની કિંમતનું ૩,૩૧૦ કિલો ચા પાવડર જપ્ત કરવામાં આવ્યું હતું.
પુણે વિભાગ હેઠળ સાંગલી, પુણે અને કોલ્હાપુરમાં છ આસ્થાપનો સામે કાર્યવાહી કરીને આશરે રૃ. ૪,૭૧,૨૨૩નો જથ્થો પણ જપ્ત કરાયો હતો.




