પુણેમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારુ પીવાથી 13નાં મોત

ધડાધડ
મોત બાદ પોલીસ દોડીઃ બુટલેગર સહિત આઠની ધરપકડ
પોલીસને
વારંવાર ઝેરી દારુ વિશે ફરિયાદો છતાં અવગણના થયાના આક્ષેપઃ મિથેનોલ યુક્ત દારુ
પીવાથી બીજા અનેક લોકો હોસ્પિટલમાં
મુંબઈ -
પુણે અને પિંપરી ચિંચવડમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે. મિથેનોલ
યુક્ત ઝેરી દારુ પીવાથી બે સગા ભાઈ સહિત
કુલ ૧૩નાં મોત નીપજ્યાં છે. એક પછી એક મોતના કિસ્સા બહાર આવતાં હવે જાગેલી પોલીસે
દારુ સપ્લાય કરનારા મુખ્ય બૂટલેગર સહિત કુલ આઠની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોની
ફરિયાદો અનુસાર ગેરકાયદેસર દારુ વેચાતો હોવાની ફરિયાદો છતાં પોલીસે ફક્ત દેખાડા
ખાતર કાર્યવાહી કરી હતી. થોડા દિવસોમાં જ આ વેચાણ ફરી શરુ થઈ ગયું હતું. પોલીસ
અધિકારીઓ ગેરકાયદેસર હલ્કી ક્વોલિટીના દારુના વેચાણ માટે જંગી લાંચ લેતા હોવાના
આક્ષેપો થયા છે.
એવું જાણવા મળ્યું છે કે મૃતકોએ હડપસર વિસ્તારના પાંઢરે માળામાં ગેરકાયદેસર
દારૃની દુકાનમાં દારૃ પીધો હતો. દારૃ પીધા પછી
તેમને પેટમાં દુખાવો,
ઉલ્ટી અને તબિયત બગડી ગઈ
હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન બધાના મોત થયા હતા,
એમ સ્થાનિક મહિલાએ જણાવ્યું
હતું.
આ ઘટના બાદ સમગ્ર વસાહતમાં શોક ફેલાયો છે
અને નાગરિકોમાં રોષનું વાતાવરણ છે. ખાસ કરીને મહિલાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે
પિંપરી ચિંચવડના ફુગેવાડી વિસ્તારમાં સાત
અને પુણેના હડપસરના પાંઢરે માળા વિસ્તારમાં પાંચ સહિત ૧૩ લોકોના મોત થયા છે. ઝેરી
દારૃ પીવાના શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓ પિંપરી ચિંચવડની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ
છે, એમ
પોલીસે જણાવ્યું હતું. પિંપરી ચિંચવાડના
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન ૧) સંદીપ અટોલેએ જણાવ્યું હતું કે ફુગેવાડીમાં અનેક
મૃત્યુ બાદ અમે તપાસ શરૃ કરી છે. અમને
જાણવા મળ્યું છે કે ઝેરી દારૃના સેવનને કારણે અત્યાર સુધીમાં ફુગેવાડીમાં સાત લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે.
તેમણે જણાવ્યું હતું કે મૃત્યુના ચોક્કસ
કારણની પુષ્ટિ કરનારા પરીક્ષણ અહેવાલોની રાહ જોવાઈ રહી છે. સ્ટેટ એક્સાઇઝ
ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પોલીસના સંયુક્ત
ઓપરેશનમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સ્ટેટ એક્સાઇઝ કમિશનર અતુલ કનાડેએ જણાવ્યું
હતું કે મૃત્યુ બાદ વિભાગે તપાસ શરૃ કરી છે.અમે યોગેશ વાનખેડેને પકડયો છે. તે
ફુગેવાડી અને હડપસર બંને જગ્યાએ ભેળસેળયુક્ત દારૃ સપ્લાય કરતો હતો. તેને
પિંપરી ચિંચવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.
રિપોર્ટ
આવ્યા પછી ખરેખર શું થયું તે જાણી શકાશે. સમગ્ર વિસ્તારના સીસીટીવી અને ક્યાં
દારૃનું સેવન કરવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.પિપરી ચિંચવડ
પોલીસ પણ તપાસ કરી રહી છે. તેમના તાબામાં
કેટલાક આરોપીઓ છે,
તપાસ ચાલુ છે. જો પોલીસને ભેળસેળયુક્ત દારૃના વેચાણ બાબતની જાણ હોય અને તેમણે કાર્યવાહી ન કરી હોય
તો તે પોલીસકર્મીઓ સામે પણ કડક પગલાં ભરવામાં આવશે , એમ
પોલીસ કમિશનર અમિતેશ કુમારે વધુમાં જણાવ્યું હતું.
વાનખેડેએ નફાની લાલચે દારુમાં વધુ પડતો
મિથેનોલ ભેળવ્યો
વાનખેડેએ
દારુ ગાળનારા પાસેથી લઈ મિથેનોોલ ભેળવી
અનેક બૂટલેગરોને આપ્યો
મુંબઈ
- પ્રાપ્ત માહિતી અનુસાર ઉરળી કાંચનનો રહેવાસી રાધેશામ પ્રજાપતિ
(૩૫) દારૃ બનાવતો હતો. યોગેશ વાનખેડે (૨૩) પ્રજાપતિ પાસેથી દારૃ ખરીદી પુણે અને પિંપરી
ચિંચવડમાં વિવિધ દુકાનોમાં વેચે છે.
આરોપી પ્રજાપતિ પાસેથી દારૃ ખરીદ્યા
પછી યોગેશ વાનખેડેએ વધુ નફો કમાવવાના
હેતુથી એમાં મિથેનોલ ભેળવ્યું હતું. મિથેનોલને કારણે દારૃનું પ્રમાણ બમણું થઈ ગયું
હતું. આથી વાનખેડેનો નફો વધવાનો હતો. આ
વખતે મિથેનોલ સામાન્ય કરતાં વધુ માત્રામાં ભેળવવામાં આવ્યું અને દારૃ ઝેરી બની ગયો
હતો. જેના કારણે ઘણા લોકો માર્યા ગયા.
વાનખેડેએ આ દારૃ પિંપરી ચિંચવાડના
ફુગેવાડીમાં દારૃની દુકાન ચલાવતા કર્નલ સિંહ વિરખા અને ગુરમિત સિંહ વિરખાને વેચ્યો
હતો. આ દુકાનના કારણે ઘણા લોકોના મોત થયા હતા. યોગેશ વાનખેડેએ પોતાના કબજામાંથી
દારૃ પુણેના ખડકી વિસ્તારના કલ્પેશ અગ્રવાલ અને પુણેના વાદરવાડી વિસ્તારના અરિહંત
ધોત્રેને પણ વેચ્યો હતો. તેણે આકાશ જાધવ અને અશોક હાંડેને પણ દારૃ વેચ્યો હતો. તેઓ ઓ પુણેના હડપસર અને કાલેપડલ
વિસ્તારમાં દારૃની દુકાન ચલાવતા હતા. જેના કારણે હડપસર વિસ્તારમાં પણ મૃત્યુ થયા
હતા. આ મામલામાં પિંપરી ચિંચવડ પોલીસે છ આરોપી અને પુણે પોલીસે બે આરોપીની ધરપકડ
કરી છે.




