૧૬થી વધુ વયના ગુનેગારોને પુખ્ત આરોપી ગણવા કેન્દ્રને દરખાસ્ત થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીર ગુના છતાં તરુણો છટકી જાય છે
બાળકોને ડ્રગ્સ સહિતના ગુનામો જોતરનારા સામે મકોકા લાગુ કરાશે
મુંબઈ - મહારાષ્ટ્ર સરકાર ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તરુણો સામે પુખ્ત આરોપીની જેમ કામ ચલાવવા માટે બાળ ગુનેગાર ગણવાની હાલની વય મર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષની કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરશે.
સરકારે જણાવ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરી સહિત અન્ય ગુનાઓમાં બાળકોને સંડોવતા લોકો સામે મકોકા હેઠળ કાર્યવાહી કરાશે.
વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું હતું કે હાલના બાળ ન્યાય કાયદાની કેટલીક જોગવાઈઓનો ગુનાહિત ગેંગો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે. ગંભીર ગુનાઓમાં બાળકી કે બાળકનો ઉપયોગ કર્યા બાદ તેમને બાળ ન્યાય મંડળ સમક્ષ રજૂ કરીને બાળગૃહમાં મોકલાવવાની પ્રક્રિયાનો લાભ લઈ સંગઠિત ગુનાખોરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર હવે ૧૬ વર્ષથી વધુ ઉંમરના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સગીરોને પુખ્ત આરોપીઓની જેમ જવાબદાર ઠેરવવા માટે કેન્દ્ર સરકારને કાયદામાં સુધારો કરવાની ભલામણ કરશે. આ સમગ્ર મુદ્દાનો વૈજ્ઞાાનિક અભ્યાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.




