આરટીઈ હેઠળ પ્રવેશ માટે રહેઠાણનો પુરાવો ફરજિયાતઃ હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘર નજીક સ્કૂલનો હેતુ બર આવવો જરુરી છે
રહેઠાણનો માન્ય પુરાવો નહિ હોવાથી પ્રવેશ નકારવા સામે વિદ્યાર્થીએ કરેલી અપીલ કોર્ટે ફગાવી
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે ઠરાવ્યું છે કે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (આરટીઈ એક્ટ) દ્વારા પૂરા પાડવામાં આવેલા નેબરહુડ ક્વોટા હેઠળ પ્રવેશ માટે રહેઠાણનો પુરાવો એ ફક્ત ઔપચારિકતા જ નહિ પરંતુ આ કાયદા હેઠળ પ્રવેશ માટેની લાયકાત પુરવાર કરતી અનિવાર્ય શરત છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે અનામત ક્વોટા હેઠળ પ્રવેશ મેળવવા માંગતા અરજદારે વિશ્વસનીય અને મજબૂત પુરાવા દ્વારા વાસ્તવિક રહેઠાણનો પુરાવો સ્થાપિત કરવો આવશ્યક છે, નહીં તો પડોશમાં રહેતા નબળા વર્ગના બાળકો માટે શિક્ષણની પહોંચ સુનિશ્ચિત કરવાનો વૈધાનિક ઉદ્દેશ નિષ્ફળ જશે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર વી. ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ એ. અંખડની બનેલી ડિવિઝન બેન્ચે એક સગીર વિદ્યાર્થી દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીને ફગાવી દીધી હતી.અરજીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાઘોલીની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ માટેની આરટીઈ કાયદા દ્વારા પૂરી પાડવામાં આવેલ નેબરહૂડ આરક્ષણ હેઠળ કરેલી અરજી નકારી કાઢવાને પડકારવામાં આવ્યો હતો.
અરજદારનું પ્રતિનિધિત્વ તેના પિતા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમણે શિક્ષણ વિભાગના બીજી મે, ૨૦૨૬ના રોજના આદેશને પડકાર્યો હતો જેમાં રહેઠાણનો માન્ય પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હોવાના આધારે ઓનલાઈન અરજી નામંજૂર કરવામાં આવી હતી. દલીલ કરવામાં આવી હતી કે પરિવાર અરજદારની દાદી પાસેથી લિવ લાઇસન્સ વ્યવસ્થા પર મેળવેલા ફ્લેટમાં રહેતો હતો, જે શાળાથી નિર્ધારિત અંતરે આવેલો હતો. અરજદારે વધુમાં દાવો કર્યો હતો કે ગુગલ મેપ્સમાં ભૂલને કારણે આ અરજી રદ કરવામાં આવી હતી, જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ખોટા સ્થાનને પ્રતિબિંબિત કરતી હતી.
કાર્યવાહી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય શિક્ષણ વિભાગને પ્રવેશ અરજીમાં આપેલા સરનામાની ભૌતિક ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. નિરીક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે આ જગ્યાનો ઉપયોગ રહેણાંક નિવાસસ્થાન તરીકે થતો ન હતો. કોર્ટે ઓનલાઈન પ્રવેશ અરજીમાં દર્શાવેલ સરનામા અને અરજદારના પિતાના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડમાં દર્શાવેલ સરનામા વચ્ચે ભૌતિક વિસંગતતાઓ પણ નોંધી હતી.
અરજદારે હાઇકોર્ટના રિટ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને દલીલ કરી હતી કે અરજીનો અસ્વીકાર કરવાથી બંધારણ હેઠળ શિક્ષણના બાળકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. જો કે, બેન્ચને શૈક્ષણિક અધિકારીઓના નિર્ણયમાં કોઈ મનસ્વીતા કે ગેરકાયદેસરતા જોવા મળી ન હતી અને તારણ કાઢયું હતું કે અસ્વીકાર ચકાસણી કવાયત દ્વારા સમથત માન્ય કારણો પર આધારિત હતો.




