ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંના સમાચાર જાણી પ્રિયંકા, ઝોયા, કમલહાસન અને પ્રકાશરાજ ખુશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજીનામાને પ્રિયંકા ચોપડાએ તાળીઓના ઇમોજીથી વધાવ્યું
ફિલ્મસ્ટાર્સે ક્રોકોચ જનતા પાર્ટી અને ૨૬ દિવસ ભૂખ હડતાળ કરનાર સોનમ વાંગચૂકને જીત મેળવવા બદલ અભિનંદન આપ્યા
ફિલ્મ સ્ટાર્સે નીટ પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને વિદ્યાર્થીઓના અવિરત દેખાવોની જીત ગણાવી
મુંબઇ - જેની કાગડોળે વાટ જોવાતી હતી તે ભારતના કેન્દ્રીય શિક્ષણ પ્રધાને રાજીનામું આપવાની જાહેરાત કરતાં ફિલ્મ સ્ટાર્સ પ્રિયંકા ચોપડા, શબાના આઝમી, કમલ હાસન, ઝોયા અખ્તર, પ્રકાશ રાજ, વીર દાસ, ભૂમિ પેડણેકર, વિજય વર્મા અને અદિતિ રાવ હૈદરીએ ક્રોકોચ જનતા પાર્ટીને અભિનંદન આપતી પોસ્ટ શનિવારે સોશિયલ મિડિયા પર મુકી તેમને બિરદાવ્યા હતા. ફિલ્મ સ્ટાર્સે પ્રધાનના રાજીનામાને નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના અવિરત દેખાવોની જીત ગણાવી હતી.
દિલ્હીમાં સ્ટુડન્ટ્સની સાથે દેખાવામાં ભાગ લીધા બાદ સ્વાઇન ફલુના ચેપથી બિમાર શબાના આઝમીએ જણાવ્યું હતું કે આપણાં યુવાનોનું મને ગૌરવ છે. આપણું બંધારણ આપણી સૌથી મોટી તાકાત છે તે દર્શાવવા બદલ તમારો આભાર. જ્યાં સુધી મોટાપાયે શિક્ષણ સુધારા ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવું જોઇએ.
કમલહાસને અથડામણના સ્થાને સંવાદે લીધું તે બાબતે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બાપુની ભૂમિમાં પેલેટ ગન્સ, ઇલેકટ્રિક શોક બેટન્સ અને ખીલાવાળી લાઠીઓને કોઇ સ્થાન ન હોય. સુરક્ષા કર્મચારીઓ પરના હુમલાઓની પણ ન્યાયી તપાસ થવી જોઇએ. દરેકનું ઉત્તરદાયિત્વ સમાન હોય. પ્રકાશ રાજે સોનમ વાંગચૂકનો તેમના બલિદાન માટે આભાર માનતાં જણાવ્યું હતું કે યુવાનોની પડખે ઉભાં રહેલાં દરેક જણનો આભાર. તમે પુરવાર કર્યુ છે કે તમે શાસકોને ઘૂંટણિયે પાડી શકો છો.
અભિષેક બેનર્જીએ પોતાના ડિસ્પ્લે પિક્ચરને બદલી લખ્યું હતું કે ડીપી ચેન્જ હો ગઇ.જેન ઝીને અભિનંદન, યાદ રાખો એકતા હશે તો ટકીશું પણ વિભાજીત થયા તો પડીશું. કોમેડિયન વરુણ ગ્રોવરે તેની પોસ્ટમાં ભારતને અભિનંદન આપી જણાવ્યું હતું કે જેન ઝીના મેમેએ આજે રાજાને પલકારો મારવાની ફરજ પાડી છે. વીર દાસે તેની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે શાળાઓમાં આપણે જે પુસ્તકો ભણીને ભૂલી ગયા છીએ તેમાં તમે એક શબ્દનો ઉમેરો કર્યો છે. ગમે તે થયું પણ તમે જીત્યા. હવે તેની ઉજવણી કરો. હુમા કુરેશીએ આ જીત બદલ યુવાનોને સલામ મારી હતી. ઇશાન ખટ્વરે પ્રધાનના રાજીનામાને ભારત અને લોકશાહીની જીત ગણાવી હતી.
ભૂમિ પેડણેકરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં રાજીનામાને લોકશાહીની સીમાચિન્હરૃપ ક્ષણ ગણાવી હતી. બીજી તરફ પ્રિયંકા ચોપડાએ તાળીઓ પાડતા ઇમોજીને મુક્યા હતા. સ્વરા ભાસ્કરે પ્રધાનના રાજીનામાને વિદ્યાર્થીઓની મોટી જીત ગણાવી હતી. સોનાક્ષી સિંહા, વિક્રમાદિત્ય મોટવાણી અને ટ્વિન્કલ ખન્નાએ પણ પ્રધાનના રાજીનામા બાબતે ખુશી વ્યક્ત કરતી પોસ્ટ મુકી હતી.









