મુંબઈ આવેલી પ્રિયંકા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રિયંકા સાથે કઝીન મનારા પણ દેખાઈ
પ્રિયંકા આજકાલ ભારતનાં દરેક શહેરોમાં જાણીતાં મંદિરોએ જઈ રહી છે
મુંબઈ - પ્રિયંકા ચોપડા જોનાસે મુંબઇમાં તેની પિતરાઇ બહેન મન્નારા સાથે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઇ ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રિયંકાએ ગુલાબી સલવાર સૂટ અને વાદળી રંગનો દુપટ્ટો પહેર્યો હતો. જો કે, આ મુલાકાત દરમ્યાન તેની પુત્રી માલતી દેખાઇ નહોતી.
કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રિયંકાએ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો હતો. પ્રિયંકાની ઝલક મેળવવા માટે પ્રસંશકોએ ભીડ જમાવી હતી. પ્રિયંકાએ મંદિરની બહાર નીકળી ફોટોગ્રાફર્સ તથા તેના ચાહકોનું હાથ હલાવી અભિવાદન કર્યું હતું.એ પછી તે તેની કારમાં બેસી રવાના થઇ ગઇ હતી.
પ્રિયંકા ભારતમાં જ્યાં શૂટિંગ કરવા જાય ત્યાં જાણીતા મંદિરોમાં દર્શન કરવા જાય છે. તાજેતરમાં પંજાબમાં એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન પ્રિયંકાએ સુવર્ણ મંદિરની મુલાકાત લઇ ત્યાં વાસણ ધોવાની સેવા પણ કરી હતી. પ્રિયંકાએ અયોધ્યામાં તેના પતિ નીક જોનાસ અને પુત્રી માલતી સાથે રામમંદિરની પણ મુલાકાત લઇ તેના પરિવાર માટે આશીર્વાદ લીધા હતા.









