Mumbai

હોલિવુડમાં હજુ સાવ મામૂલી જ કામ કર્યાનું પ્રિયંકાએ કબૂલ્યું

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં કાન લાયન્સ કોન્ફરન્સમાં પ્રિયંકા ચોપડા જોનાસે કબૂલ્યું કે તેની બોલિવૂડ કારકિર્દી હોલીવુડ કરતાં વધુ દમદાર હતી. 15 વર્ષ સુપરસ્ટાર રહ્યા બાદ પણ હોલીવુડમાં નવોદિત તરીકે શરૂઆત કરવી પડી. લગ્ન અને દીકરી માલતી મેરીના જન્મ પછી પ્રાથમિકતાઓ બદલાઈ છે, જેના કારણે તે હવે વર્ષમાં 5 ફિલ્મો કરી શકતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

હોલિવુડમાં હજુ સાવ મામૂલી જ કામ કર્યાનું પ્રિયંકાએ કબૂલ્યું

હોલિવુડ કરતાં બોલિવુડમાં વધારે દમદાર કેરિયર હતી

વર્કિંગ મોમ તરીકે ફિલ્મોને પૂરતો સમય આપી નથી શકતી તેવો વસવસો          

મુંબઈ -  કાન લાયન્સ કોન્ફરન્સમાં બોલતાં પ્રિયંકા ચોપડા જોનાસે કબૂલ્યું હતું કે તેણે ભારતમાં જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે તેટલું હોલીવૂડમાં કર્યું નથી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે મારી હિન્દી ફિલ્મોની કારકિર્દીમાં મેં ઉત્તમ ફિલ્મસર્જકો અને ઉત્તમ એક્ટર્સ સાથે કામ કર્યું છે. મેં ભારતમાં વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે અમેરિકામાં, હોલીવૂડમાં મારું અંગ્રેજી ભાષાનું કામ સાવ મામૂલી છે.

બોલીવૂડમાં સુપરસ્ટાર તરીકે પંદર વર્ષ કામ કર્યા પછી પણ હોલીવૂડમાં મારે નવોદિત તરીકે ફરી પ્રવેશવું પડયું હતું. મેં જ્યારે કામ શરૃ કર્યું ત્યારે એ ખાસ પ્રકારનું હતું. હવે હું મારું ઇંગ્લીશ ભાષાનું કામ કેવી રીતે વધારવું તે શીખી રહી છું. ભારતમાં હું જેવા પાત્રો ભજવતી હતી તેવા વિવિધ પ્રકારના પાત્રો હું ઇંગ્લીશ ભાષામાં ભજવવા માંગું છું. જો કે તેણે સ્વીકાર્યું હતું કે નીક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ અને માલતી મેરીને પુત્રી તરીકે જીવનમાં આવ્યા બાદ તેની પ્રાયોરિટીઓ બદલાઇ છે.

પ્રિયંકાએ ઉમેર્યું હતું કે અગ્રક્રમો ખરેખર બદલાયા છે. હવે હું બેગ પેક કરીને મૂવી કરવા રવાના થઇ શકતી નથી. હવે હું વર્ષમાં પાંચ ફિલ્મો કરી શકતી નથી. મારે સમયના મામલે તે કોની સાથે ગાળવો તેનું ચોકસાઇપૂર્વક આયોજન કરવું પડે છે. હું વર્કિંગ મોમ તરીકે જીવન જીવી રહી છું. હવે હું મારી માતાને વધારે આદર આપવા માંડી છું. પ્રિયંકાની ભારતમાં આગામી ફિલ્મ એસએસ રાજામૌલીની વારાણસી છે જેમાં તે રાણીની ભૂમિકા ભજવી રહી છે.