Mumbai

દિલીપકુમારના મ્યુઝિયમની જગ્યા વેચી દેવાની તૈયારી

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં દિલીપકુમારના બાંદરા સ્થિત બંગલાના રીડેવલપમેન્ટ પછી, 11 માળની ઇમારત બની છે. બિલ્ડરે 2023માં અભિનેતાના મ્યુઝિયમ માટે જગ્યા ફાજલ રાખી હતી. હવે સાયરાબાનુ 1,696 ચોરસ ફૂટની આ મ્યુઝિયમની જગ્યા વેચવા પ્રયાસ કરી રહ્યા છે. 2018માં જમીન વિવાદ પછી, ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં સાયરાબાનુને 3.5 કરોડની રિફંડેબલ ડિપોઝીટ મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલીપકુમારના મ્યુઝિયમની જગ્યા વેચી દેવાની તૈયારી

સાયરાબાનુએ વેચાણ માટે પ્રયાસ શરુ કર્યા

અગાઉ આ બંગલાની જમીનના મુદ્દે ૨૦૧૮માં વિવાદ થયો હતા

મુંબઇ -  અભિનયના શહેનશાહ દિલીપકુમારના બાંદરામાં આવેલા આલીશાન બંગલાનું રીડેવલપમેન્ટ કરી ૧૧ માળની ભવ્ય ઇમારત બાંધવામાં આવી છે. આ જગ્યાનો એક હિસ્સો ટ્રેજડી કિંગ દિલીપકુમારના મ્યુઝિયમ માટે ફાજલ રાખવામાં આવ્યો હતો એ હવે દિલીપકુમારના બેગમ સાયરાબાનું વેંચી નાખવાની વેતરણમાં  હોવાનું કહેવાય છે.

એક  જમાનામાં બાંદરામાં દિલીપકુમારનો આલીશાન બંગલો હતો તે પાડીને ૧૧ માળની 'ધ લેજેન્ડ બાય આશર' નામની ઇમારત બાંધવામાં આવી છે. આ બંગલાનું રીડેવલપમેન્ટ કરનારા બિલ્ડરે દંતકથારૃપ અભિનેતાની કાયમી સ્મૃતિ માટે આ જગ્યાએ મ્યુઝિયમ ઉભું કરવાની ૨૦૨૩માં જાહેરાત કરી હતી.

હવે  વિતેલા વર્ષોની અભિનેત્રી અને દિલીપકુમારના જીવનસાથી સાયરાબાનુ ૧,૬૯૬ ચોરસ  ફૂટની આ જગ્યા વેંચી નાખવા માટેની વિધિ શરૃ કરી હોવાનું કહેવાય છે. મ્યુઝિયમ માટેની જગ્યામાં સ્વતંત્ર એન્ટ્રી- એક્ઝિટની અને ત્રણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવવાની હતી, એમ રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક જાણકારે જણાવ્યું હતું.

બંગલાનું  રીડેવલપમેન્ટ હાથ ધરવામાં આવ્યું એ પહેલાં થયેલા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં  જણાવાયું હતું કે સાયરાબાનુને સાડાત્રણ કરોડની રિફન્ડેબલ ડિપોઝીટ ચૂકવવામાં  આવશે. જ્યારે મકાન બંધાઇને તૈયાર થઇ જશે ત્યારે સાયરાબાનુએ આ રકમ પરત કરવી પડશે. એટલે સાયરાબાનુ પોતાનો હિસ્સો વેંચી નાખવા માગશે તો એમાંથી તેણે સાડાત્રણ કરોડ ભરપાઇ કરવા પડશે.

આ અગાઉ દિલીપકુમારનો બંગલો ૨૦૧૮માં સમાચારોમાં ઝળક્યો હતો. એ વખતે સાયરાબાનુએ એવો આરોપ કર્યો હતો કે એક ડેવલપર તેનો બંગલો હડપ કરવાનો પ્રયાસ કરે  છે. સાયરાબાનુએ આ બાબતમાં મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખામાં ફરિયાદ કર્યા પછી ડેવલપરની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી આ કાનૂની મુદ્દે બંને પક્ષ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૨માં પહેલા ડેવલપર સાથે સમાધાન થયું હતું અને એપ્રિલ ૨૦૨૩માં અત્યારના ડેવલપર સાથે કરાર થયા હતા.