વાહન
કંપનીએ આપેલું હોય તો જ કાયદો લાગુ પડે
કુર્લાથી
બીકેસી જતી વખતે રિક્ષામાં સહકર્મચારીએ અયોગ્ય સ્પર્શ કર્યાની મહિલાની ફરિયાદ
હાઈકોર્ટે રદ કરી
મુંબઈ
- આરોપી કે મહિલા કાર્યરત હોય એ કંપનીએ
આપેલા વાહનમાં જાતીય સતામણીની ઘટના બની નહોય
અને શેરે ઓટોરિક્ષામાં આવી ઘટના બની હોય તો તેને કામના સ્થળે મહિલાનો
વિનયભંગ (પોશ-સેક્સુઅલ હરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ )) કાયદો લાગુ પડતો નથી.
કાયદા હેઠળ કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી થઈ શકે નહીં, એવો ચુકાદો હાઈ કોર્ટે
આપ્યો છે. ઓફિસેથી એક જ રિક્ષામાં પ્રવાસ કરતી વખતે મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ
કરાયાનો આરોપ ધરાવતા બેન્ક કર્મચારી સામેની ફરિયાદ કોર્ટે રદબાતલ કરી છે.
ઘટનાના
દિવસે ફરિયાદી મહિલા અને અરજદાર આરોપી કુર્લા રેલવે સ્ટેશનેથી બીકેસી સુધી શેરિંગ
રિક્ષામાં પ્રવાસ કરી રહયા હતા. પ્રવાસ દરમ્યાન અરજદારનો હાથ મહિલાના ખભા
પર રહેલી બેગને લાગ્યાનો આરોપ હતો. મહિલાએ વાંધો ઉઠાવ્યો અને રસ્તા પર બૂમાબૂમ
કરવાની શરૃ કરી હતી. તેમ છતાં રિક્ષાવાળાએ તેમને તેમની ઓફિસ પાસે છોડયા હતા. ત્યાર
બાદ મહિલાએ કંપનીની અંતર્ગત તકરાર સમિતિને ફરિયાદ કરી હતી. સમિતિએ સ્ટેટ બેન્ક ઓફ
ઈન્ડિયા (એસબીઆઈ) અંતર્ગત સમિતિને મોકલાવી હતી.
બેન્કની
સમિતિએ તપાસ બાદ ્અરજગાર જાતીય સતામણીનો દોષિત ઠેરવાયો હતો અને સર્વિસ રુલ અનુસાર
કાર્યવાહીની ભલામણ કરી હતી. નિર્ણયને અરજદારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજી પર
નિર્ણય આપતાં કોર્ટે તેને રાહત આપી હતી.
રિક્ષા
જાહેર પરિવહનનું સાધન હતું અને તે બેન્કે ઉપલબ્ધ કરાવી નહોતી. આથી પોશ કાયદા હેઠળ
આ બાબતની કલમનો વિચાર કરીને અંતર્ગત સમિતિ નિર્ણય આપી શકે નહીં, એવી દલીલ અરજદારે કરી
હતી. કોર્ટે પણ અરજદારની દલીલને યોગ્ય ગણીને કામના સ્થળની વ્યાખ્યામાં સમાવિષ્ટ
કરવા પરિવહનનું સાધન કંપનીએ ઉપલબ્ધ કરેલું હોવાનું આવશ્યક છે, એવી સ્પષ્ટતા કરી હતી.
જાતીય
સતામણીની કથિત ઘટના કામના સ્થળે થઈ નહોવાથી એસબીઆઈની અંતર્ગત ફરિયાદ સમિતિને તેની
દખલ લેવાનો અધિકાર નથી, આથી સમિતિનો અરજદાર બાબતનો નિર્ણય કોર્ટે રદ કર્યો હતો.


