World

અમેરિકા મિડટર્મ ચૂંટણી: સર્વેમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન્સને ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં સંસદની મિડટર્મ ચૂંટણી માટે મતદાન શરૂ થવાના કલાકો પહેલાં, સર્વેક્ષણોમાં ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો નોંધાયો છે. રૉયટર્સ-ઇપ્સોસના સર્વે મુજબ, ડેમોક્રેટિક પાર્ટી 46% સમર્થન સાથે રિપબ્લિકનને 38% પર પાછળ છોડી રહી છે. 4 નવેમ્બરથી મતદાન પ્રક્રિયા શરૂ થશે. મોંઘવારી મુખ્ય મુદ્દો છે, જ્યારે આ ચૂંટણી 12 અબજ ડૉલરના ખર્ચ સાથે ઇતિહાસની સૌથી મોંઘી બની રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા મિડટર્મ ચૂંટણી: સર્વેમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન્સને ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ

US Midterm Elections : અમેરિકામાં સંસદની મિડટર્મ ચૂંટણી માટે મતદાન શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં આવેલા સર્વેક્ષણોમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રિપબ્લિકન પાર્ટી પર સંકટના વાદળો ઘેરાયા છે. રૉયટર્સ-ઇપ્સોસના સર્વે અનુસાર, ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતાનો સીધો ફાયદો વિરોધી ડેમોક્રેટિક પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે અને તેઓ ચૂંટણી રેસમાં આગળ નીકળી ગયા છે. ભારતીય સમય મુજબ 4 નવેમ્બરની સવારથી આ મહત્ત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

ટ્રમ્પની લોકપ્રિયતા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી, ડેમોક્રેટ્સને આગળ

રૉયટર્સ-ઈપ્સોસના સર્વે મુજબ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા રૅકોર્ડ નીચલા સ્તરની નજીક પહોંચી ગઈ છે. કોંગ્રેસની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને 46% જ્યારે રિપબ્લિકન પાર્ટીને માત્ર 38% મતદારોનું સમર્થન મળતું જણાયું છે. 50% અપક્ષ મતદારોનું માનવું છે કે તેમનો મત ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ જશે. આ ઉપરાંત મતદાન કરવા માટે ડેમોક્રેટ્સ સમર્થકોમાં 49% ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે રિપબ્લિકન સમર્થકોમાં આ આંકડો માત્ર 33% રહ્યો છે.

મોંઘવારી અને અર્થવ્યવસ્થા સૌથી મોટો મુદ્દો

ચૂંટણીમાં 78% લોકોએ વધતી મોંઘવારીને સૌથી મોટી ચિંતા ગણાવી છે. દેશમાં રાશન અને રોજિંદી ચીજવસ્તુઓના ઊંચા ભાવથી સામાન્ય જનતા પરેશાન છે. જોકે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના આર્થિક નિર્ણયોનો બચાવ કરતાં દાવો કર્યો છે કે લોકોની આવક ઐતિહાસિક સ્તરે વધી છે અને ગરીબીમાં ઘટાડો થયો છે, પરંતુ જનતાને આ વાતનો વિશ્વાસ અપાવવો રિપબ્લિકન પાર્ટી માટે મોટો પડકાર બની ગયો છે.

ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી: 12 અબજ ડૉલરનો ખર્ચ થવાનો અંદાજ

ફેડરલ ઇલેક્શન કમિશનના ડેટા આધારે ‘ઓપનસીક્રેટ્સ’ના વિશ્લેષણ મુજબ, આ ચૂંટણી ચક્રમાં કુલ ખર્ચ આશરે 12 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે અમેરિકી ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી મિડટર્મ ચૂંટણી બની રહેશે. સીનેટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ પ્રચાર પાછળ 947 મિલિયન ડૉલર ખર્ચ્યા છે, જે ડેમોક્રેટ્સ કરતાં 320 મિલિયન ડૉલર વધારે છે.

રિપબ્લિકન પક્ષના ગઢમાં ડેમોક્રેટ્સ ઇતિહાસ રચવાની તૈયારીમાં

ડિસિઝન ડેસ્ક મુખ્યાલયના અનુમાન અનુસાર, ટેક્સાસ અને કેન્સાસ જેવા રિપબ્લિકન પાર્ટીના મજબૂત ગઢ માનવામાં આવતા રાજ્યોમાં ડેમોક્રેટિક ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. કેન્સાસમાં વર્ષ 1932 પછી અને ટેક્સાસમાં વર્ષ 1988 પછી ક્યારેય કોઈ ડેમોક્રેટિક સીનેટર ચૂંટાયા નથી, જેથી આ પરિણામો ઐતિહાસિક સાબિત થઈ શકે છે.

સીનેટની 7 બેઠકો પર રસાકસીભરી ટક્કર

સીનેટની કુલ 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સૌથી રસાકસીભરી 7 બેઠકો છે. આ 7 પૈકી 6 બેઠકો પર હાલ રિપબ્લિકન અને 1 પર ડેમોક્રેટ્સનો કબજો છે. અલાસ્કા, આયોવા, કેન્સાસ, મેઈન, મિશિગન, ઓહાયો અને ટેક્સાસની આ બેઠકોના પરિણામો સીનેટમાં કઈ પાર્ટીની બહુમતી થશે તે નક્કી કરશે.

ભારતીય મૂળના ઉમેદવારો મેદાનમાં

આ મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ઓહાયોના ગવર્નર પદ માટે વિવેક રામાસ્વામી સહિત સંસદ, રાજ્ય અને સ્થાનિક સ્તરની બેઠકો પર અનેક ભારતીય-અમેરિકન નેતાઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે.