પોલીસે ૭૨ વર્ષીય મહિલાને ખભે ઊંચકી સલામત સ્થળે પહોંચાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કર્જત -પેણ રોડ પર એસટી પૂરના પાણીમાં ફસાઈ
પાતાળગંગામાં પૂર આવતાં વિપદાઃઆઠ પ્રવાસીઓને સ્વયંસેવી સંસ્થાની મદદથી રેસ્કયુ કરાયા
મુંબઈ - રાયગઢ જિલ્લામાં રસાયણી ખાતે સ્વયંસેવી સંસ્થાએ મહારાષ્ટ્ર અસેટી બસમાં પ્રવાસ કરી રહેલા આઠ પ્રવાસીને ઉગાર્યા હતા. કર્જત-પેણ રોડ પર સરસાઈ ગામ પાસે પૂરના પાણીમાં બસ અટવાઈ ગઈ હતી. ત્રણ દિવસથી સતત વરસાદને લીધે પાતાળગંગા નદી જોખમી સ્તરથી ઉપર વહી રહી હતી. આથી આ ઘટના બની હતી.
ઉગારેલા પ્રવાસીઓમાં ૭૨ વર્ષની મહિલા પ્રવાસીને ખભા પર બેસાડીને પોલીસે કમર સુધીના પાણીમાંથી સલામત સ્થળે લઈ ગઈ હતી.
રસાયણીના વરિષ્ઠ ઈન્સ્પેક્ટરે જણાવ્યા અનુસાર એસટી બસ આઠ પ્રવાસીઓ સાથે સરસાઈ ગામ નજીક પૂરમાં સપડાઈ હોવાના સમાચાર મળતાં સ્વયંસેવી સંસ્થાને બોલાવીને બચાવ કાર્ય કરાયું હતું. આઠે પ્રવાસીને લાઈફ જેકેટ અપાયા હતા જેથી તેઓ પાણીમાંથી સરળતાથી એક કિ.મી.નું અંતર કાપી શક્યા હતા. ૭૨ વર્ષની મહિલાને એક પોલીસે ખભા પર બેસાડીને સુરક્ષીત પહોંચાડી હતી.









