Mumbai

પુણેના ભૌતિકશાના શિક્ષક તથા લાતુરના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.ની ધરપકડ

By GS Team
28 May 20262 mins read
પુણેના ભૌતિકશાના શિક્ષક તથા લાતુરના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.ની ધરપકડ

નીટ પરીક્ષા પેપર લીક કેસમાં વધુ બેની ધરપકડ

પ્રોફેસરે મનીષા હવાલદાર પાસેથી ભૌતિકશાનું  પેપર મેળવ્યું  હોવાનો આરોપઃ બંનેને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડી

મુંબઈ -   નીટ પરીક્ષા લીક કેસમાં  ધરપકડ કરાયેલા લાતુર સ્થિત બાળરોગ નિષ્ણાત (ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ) ડાક્ટર ડો. મનોજ શિરુરે અને પુણેના ભૌતિકશાના શિક્ષક તેજસ હર્ષદકુમાર શાહને દિલ્હીની એક કોર્ટે પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડી આપી છે.

 બુધવારે કાર્યકારી ડયુટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રહેલા સ્પેશિયલ જજ વિદ્યા પ્રકાશે બંને આરોપીઓ ડો. મનોજ શિરુરે અને ભૌતિકશાના  શિક્ષક તેજસ હર્ષદકુમાર શાહની પૂછપરછ કરવા માટે એજન્સીની અરજી પર સુનાવણી કરી હતી અને અરજીને મંજૂરી આપી હતી.હવે બંને આરોપીઓને ૧  જૂને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 એજન્સીએ મનોજ શિરુરેની મહારાષ્ટ્રના લાતુરમાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસ (આરસીસી) ચલાવતા શિવરાજ રઘુનાથ મોટેગાંવકરના પુત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને નીટ પેપર સેટર પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાના પ્રશ્નો અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવાના આરોપમાં ધરપકડ કરી હતી.એજન્સીએ આ કેસમાં અગાઉ મોટેગાંવકરની ધરપકડ કરી લીધી હતી.

   પુણેમાં સીબીઆઈની પૂછપરછ દરમિયાન લાતુરના  ક્લાસના  ડિરેક્ટરના પુત્રએ જણાવ્યું હતું કે તેને ભૌતિકશા, રસાયણશા અને જીવવિજ્ઞાાન - ત્રણેય વિષયોના પ્રશ્નપત્રો પરીક્ષાના ૧૦  દિવસ પહેલા મળ્યા હતા. છોકરો સગીર હોવાથી તેને સાક્ષી બનાવી શકાય છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી તેજસ પુણેમાં ડા. અભંગ પ્રભુ મેડિકલ એકેડેમી (એપીએમએ)માં ભૌતિકશાનો શિક્ષક છે.

અગાઉ પકડાયેલા  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) પેનલના ભૌતિકશા નિષ્ણાત મનીષા હવાલદારના મોબાઇલમાં ગોડ અને ડા. ઉષા કોડવર્ડથી નંબર સેવ કરેલા હતા.શંકાસ્પદ ગોડ નંબર તેજસનો  હોવાનું કહેવાય છે.મોબાઈલ ફોનમાં ગોડ અને ડા. ઉષા નામથી સેવ કરેલા નંબરો સાથે શંકાસ્પદ વાતચીત મળી છે.

 અગાઉ  સીબીઆઈએ ડા. શિરુરેને પૂછપરછ માટે પુણે સ્થિત પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. અગાઉ સીબીઆઈની એક ટીમે લાતુરમાં ડા. શિરુરેની ત્રણ કલાક પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓએ તેમનો મોબાઇલ ફોન અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.

તેમના નિવૃત્ત પ્રોફેસર પી. વી. કુલકર્ણી અને  આરસીસી કોચિંગ ક્લાસીસના ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકર સાથે  ગાઢ સંબંધો હોવાની માહિતી સામે આવી રહી છે. બંનેની  આ કેસમાં અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે અને લાતુરમાં કેટલાક વિદ્યાર્થીઓ, વાલીઓ અને કોચિંગ સંસ્થાના સહયોગીઓની પણ તપાસ કરી રહી છે.

લાતુરમાં સીબીઆઈ  ટીમ હાલમાં  જુના ઔસા રોડ વિસ્તારમાં સિદ્ધિવિનાયક ચિલ્ડ્રન્સ હોસ્પિટલ પહોંચી હતી.આ હોસ્પિટલ બાળરોગ નિષ્ણાત ડા.મનોજ શિરુરેની છે.

 નોંધનીય છે કે  મનીષા હવાલદારે પોતાના ફોન તેમજ તેના પતિના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને મનીષા માંઢરેને પ્રશ્નપત્રો મોકલ્યા હતા. આ ટેકનિકલ પુરાવા મેળવવા માટે સીબીઆઈ હવે સાયબર નિષ્ણાતોની મદદ લઈ રહી છે.

 ૧૨  મેના રોજ  નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પેપર લીકના આરોપો વચ્ચે મેડિકલ પ્રવેશ માટેની  નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ)  રદ કરી દીધી હતી. હવે ૨૧ જૂને ફરીથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.