Get The App

ગોરેગામમાં રીલ બનાવવા પેટ્રોલ છાંટી રસ્તા પર આગ લગાવી

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ગોરેગામમાં રીલ બનાવવા પેટ્રોલ છાંટી રસ્તા પર આગ લગાવી 1 - image

પોતાના બર્થ ડેએ પ્રસિદ્ધિ  મેળવવા માટે સ્ટન્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ બાદ પોલીસે  મધરાતે રામમંદિર પાસે પહોંચી ઓટો ડિલર યુવકની ધરપકડ કરી

મુંબઈ -  સોશિયલ  મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં સ્ટન્ટ બાજી કરવી એક યુવાનને ભારે પડી ગઈ હતી. રીલ બનાવવા પેટ્રોલ છાંટી રસ્તા પર આગ લગાવનાર ૩૩ વર્ષના એક ઓટો ડીલર ફહદ ખલીલ સમશુદ્દીન શેખ (૩૩)ની ગોરેગાવ પોલીસે ધરપકડ કરી હતી. આ જીવલેણ સ્ટન્ટને લીધે આ વિસ્તારમાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

આ બાબતે વધુ વિગત અનુસાર જીવલેણ સ્ટન્ટ કરનાર યુવાનનો જન્મદિવસ હોવાથી તે કાંઈક અલગ કરવા માંગતો હતો. આ  ઘેલછામાં તેણે ગોરેગાવ (વે)ના રામમંદિર રોડ પર પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી રેડ આગ લગાવી હતી. આગ સાથે તે રીલ બનાવવા માંગતો હતો. જો કે જાહેર રસ્તા પર આ પ્રકારના  સ્ટન્ટને લીધે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોના જીવ સામે જોખમ ઉભું થયું હતું.

આ ઘટના પચ્ચીસમી એપ્રિલના રાત્રે બની હતી. પણ અમુક જાગૃત લોકોએ આ સ્ટન્ટના ફોટા અને વીડિયો સહિતની વિગતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકી હતી. આ સાથે જ આ પોસ્ટ મુંબઈ પોલીસને પણ ટેગ કરવામાં આવી હતી. પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાાન કર્યા હતા. એક્સ-ટ્વિટની નોંધ લઈ ગોરેગાવ પોલીસ મધરાત્રે રામમંદિર રોડ પર પહોંચી ત્યારે યુવાન સ્ટન્ટ કરવામાં મસ્ત હતો. પોલસે ઘટના સ્થળનું પંચનામું કરી સાર્વજનિક સુરક્ષા જોખમમાં નાંખવા પ્રકરણે ગુનો નોંધ્યો હતો અને ઓટો ડિલરનું કામ કરતા યુવાનની ધરપકડ કરી હતી.

આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રસ્તા પર આવા જીવલેણ સ્ટન્ટ કરી રીલના નામે પોતાનો અને અન્યોનો જીવ જોખમમાં નાંખતા પ્રવૃત્તિથી લોકોએ દૂર રહેવું જોઈએ.