બ્રિટિશરોને દયાની અરજી કરી તેથી સાવરકરનાં 'વીર' બિરુદને કોઈ ફેર ન પડે

સાવરકરના પૌત્ર સાત્યકીનું પુણે કોર્ટ સમક્ષ નિવેદન
રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ઉલટતપાસઃ દયાની અરજી કાનૂની રીતે કરી
હતી તેમાં કશું અસામાન્ય ન હતું
મુંબઈ
- વિનાયક દામોદર સાવરકર
દ્વારા જેલમાં હતા ત્યારે બ્રિટિશ સરકારને મોકલવામાં આવેલી દયા અરજીઓથી જનતા
દ્વારા સાવરકરને આપવામાં આવેલા 'વીર'ના
બિરુદમાં કોઈ ફરક પડતો નથી એવી દલીલ
સાવરકરના પૌત્રએ ૧૫ જૂનના રોજ પુણે કોર્ટ સમક્ષ કરી હતી.આ નિવેદન સાવરકરના પૌત્ર સત્યકી
સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરેલા માનહાનિના કેસના ભાગ રૃપે
આપવામાં આવ્યું હતું.
૧૫ જૂનના રોજ થયેલી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ, એડવોકેટ
મિલિંદ પવારે, સાત્યકિને પ્રશ્ન કર્યો હતો કે સાવરકરને 'વીર' કેમ કહેવામાં આવે છે. સાવરકરે જેલમાં હતા
ત્યારે બ્રિટિશ અધિકારીઓને કરેલી દયા અરજીઓનાં સંદર્ભમાં પવારે આ પ્રશ્ન કર્યો
હતો.
સાત્યકીએ જવાબ આપ્યો કે બ્રિટિશ કાળના સત્તાવાર રેકોર્ડ, તેમજ વિદેશી
ક્રાંતિકારી જૂથ ગદર સંગઠનના પ્રકાશનો દર્શાવે છે કે સાવરકરને આંદામાન ટાપુઓની જેલમાં
હતા ત્યારે પણ 'વીર'તરીકે ઓળખવામાં આવતા
હતા.
તેમણે સ્વીકાર્યું કે સાવરકરે તેમની સજા ઘટાડવા માટે દસ દયા અરજીઓ દાખલ
કરી હતી પરંતુ એ
સ્વીકારવા ઇનકાર કર્યો હતો કે આવી અરજીઓ દાખલ કરનાર વ્યક્તિને 'વીર'
કહેવું વિરોધાભાસી છે.
સત્યકીએ ઉમેર્યું કે 'વીર', 'સ્વતંત્રવીર', 'મહાત્મા' અથવા 'નેતાજી'
જેવા બિરુદ એવા લેબલ છે જે લોકો તેમને આપે છે જેમને તેઓ અસાધારણ કાર્ય
કર્યું હોવાનું માને છે, અને તે ઔપચારિક કાનૂની હોદ્દા નથી.
જ્યારે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જેવા અન્ય ક્રાંતિકારી વ્યક્તિઆએે
બ્રિટિશ સરકાર પાસેથી આવી છૂટછાટો માંગી ન હતી અને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે સાત્યકીએ જવાબ આપ્યો કે તેઓ કહી શકતા
નથી કે એ જ કારણસર તેમને ફાંસી આપવામાં
આવી હતી.
કોર્ટના રેકોર્ડ મુજબ, સત્યકીએ કહ્યું કે મને ખબર નહોતી કે ભગતસિંહ અને
બટુકેશ્વર દત્તે બ્રિટિશ સરકારને યુદ્ધ કેદીઓ તરીકે ગણવામાં આવે અને કોઈપણ છૂટછાટ
કે ઉદારતાના કૃત્યોનો ઇનકાર કરવાની અરજી કરી હતી. એ કહેવું સાચું છે કે ભગતસિંહ
અને બટુકેશ્વર દત્ત અંત સુધી તેમની વિચારધારા અને સિદ્ધાંતોમાં અડગ રહ્યા હતા.
એડવોકેટ પવારે ૧૯૧૩ની દયા અરજીના કેટલાક ભાગો પણ વાંચી સંભળાવ્યા જેમાં
સાવરકરે કઠોર જેલની પરિસ્થિતિઓનું વર્ણન કર્યું હતું, નમ્રતાપૂર્વક
રાહત માંગી હતી અને ભારતીય જેલમાં ટ્રાન્સફર કરવાની અથવા શરતો પર મુક્ત કરવાની
વિનંતી કરી હતી.
તે દયા અરજીમાં, સાવરકરે કહ્યું હતું કે તેઓ બંધારણીય માર્ગ અપનાવશે અને
જો મુક્ત કરવામાં આવશે તો બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદાર રહેશે. રાહુલ ગાંધીના
વકીલે સાત્યકી દ્વારા સાવરકરના બહાદુર ક્રાંતિકારી તરીકેના ચિત્રણને પડકારવા માટે
આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
સત્યકીએ જવાબ આપ્યો કે બ્રિટિશ શાસન હેઠળ દયા અરજી દાખલ કરવી એ એક માન્ય કાનૂની
માર્ગ હતો અને અન્ય કેદીઓ પણ આ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હતા તેમાં કશું અસામાન્ય કે
ગેરકાયદેસર ન હતું..સાત્યકીએ દલીલ કરી હતી કે દયા અરજીઓમાં શબ્દો સત્તાવાર પ્રોટોકોલ
અનુસાર લખાતા હોય છે.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમોલ શિંદે ૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ આ કેસમાં
પુરાવા અને ઉલટતપાસની સુનાવણી ચાલુ રાખશે.આ મામલો માર્ચ ૨૦૨૩માં લંડનમાં રાહુલ
ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ અંગે
રાહુલ ગાંધી વિરુદ્ધ સાત્યકી સાવરકર દ્વારા દાખલ કરાયેલી બદનક્ષીની ફરિયાદનો છે.ગાંધીએ
કથિત રીતે સાવરકરના લખાણોનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે સાવરકર અને અન્ય લોકોએ
એક મુસ્લિમ પુરુષ પર હુમલો કર્યો હતો અને તેમને આ કૃત્ય સુખદ લાગ્યું હતું.




