પુણે પોર્શે કેસમાં સગીરના પિતાના જામીન રદ કરવા કોર્ટમાં અરજી

જામીન
બાદ પરિવારે પાર્ટી મનાવી હોવાનો વીડિયો વાયરલ થતાં શરત ભંગની દલીલ સાથે અરજી
મુંબઈ
- પુણે પોલીસે પોર્શ અકસ્માત કેસમાં સગીર
આરોપીના પિતા વિશાલ અગ્રવાલને આપવામાં આવેલા જામીન રદ કરવા માટે કોર્ટનો સંપર્ક
કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે લાદેલી
શરતોનું ઉલ્લંઘન કર્યું છે.અગ્રવાલે પરિવારના સભ્યો સાથે જામીનની ઉજવણી કરી હોવાનો
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાના અઠવાડિયા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં રોષ
ફેલાયો છે.
આ
વીડિયોમાં અગ્રવાલ તેમની પત્ની અને પુત્ર સાથે સ્થાનિક રેસ્ટોરાંમાં ડાન્સ કરતા
દેખાય છે, જ્યારે
પૃષ્ઠભૂમિમાં લાઇવ સંગીત વાગી રહ્યું છે.
સ્પેશિયલ
પબ્લિક પ્રોસિક્યુટર શિશિર હિરે દ્વારા શિવાજીનગર સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલી આ અરજી
મંગળવારે સુનાવણી માટે આવે તેવી શક્યતા છે.
આ
વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે વિશાલ અગ્રવાલને જામીન આપ્યા હતા, જેમના પર મે ૨૦૨૪માં પોર્શ
કાર અકસ્માતમાં બે લોકોના મોત થયા બાદ કાયદાકીય પરિણામોથી બચાવવા માટે લોહીના
નમૂના બદલવાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
પુણે
પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ વીડિયોની નોંધ લીધી
હતીઅને કાનૂની કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો , જેના પગલે રાજ્યના
કાયદા વિભાગ પાસેથી કોર્ટમાં જવાની પરવાનગી મેળવવામાં આવી, એમ
અધિકારીઓએ જણાવ્યું હતું.
ફરિયાદ
પક્ષના મતે કથિત ઉજવણી સાક્ષીઓ પર અસર કરી શકે છે અને જામીન આપતી વખતે સુપ્રીમ
કોર્ટે નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન સમાન છે. જામીન મળ્યા પછી કથિત ઉજવણીને
હળવાશથી ન જોઈ શકાય. સાક્ષીઓ દબાણ હેઠળ આવે તેવી શક્યતા છે. અમે કોર્ટ સમક્ષ એ પણ
જણાવીશું કે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોનો ભંગ કરવામાં આવ્યો છે,એમ પબ્લિક પ્રોસીક્યુટર હિરેએ જણાવ્યું.કોર્ટે
વિશાલ અગ્રવાલને અરજી પર પોતાનો જવાબ દાખલ
કરવાનો નિર્દેશ આપ્યો છે.
દરમિયાન, અગ્રવાલ પરિવારે વાયરલ
ક્લિપને ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ વીડિયો ૨૦૨૩ માં શૂટ કરવામાં આવ્યો હતો.




