Mumbai

કિલર બેસ્ટ માનખુર્દમાં ડિવાઈડર સાથે અથડાતાં રાહદારીનું મોત, ૧૦ ઘાયલ

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં વહેલી સવારે બેસ્ટ બસને અકસ્માત નડ્યો હતો. માનખુર્દમાં સાયન-પનવેલ હાઈવે પર બ્રેક ફેઈલ થતાં બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 62 વર્ષીય રાહદારીનું મોત થયું હતું, જ્યારે ડ્રાઈવર, કંડક્ટર સહિત 8 મુસાફરો ઘાયલ થયા હતા. આ એક મહિનામાં બેસ્ટનો ચોથો મોટો અકસ્માત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિલર બેસ્ટ માનખુર્દમાં ડિવાઈડર સાથે અથડાતાં રાહદારીનું મોત, ૧૦ ઘાયલ

મુંબઈમાં વેટ લીઝ પરની બેસ્ટ બસોના ઉપરાછાપરી અકસ્માતો

વહેલી સવારે બ્રેક ફેઈલ થતાં બસ રાહદારી પર ધસી ગઈઃ ડ્રાઈવર-કંડકટર સહિત આઠ પ્રવાસી પણ ઘાયલ

મુંબઈ  -  માનખુર્દ વિસ્તારમાં સાયન-પનવેલ હાઇવે પર સોમવારે  બેસ્ટ બસ રસ્તા પર  ડિવાઇડર સાથે અથડાઈ જતાં ૬૨ વર્ષીય વરિ નાગરિકનું મોત નીપજ્યું  હતું અને અન્ય  ૧૦ લોકો ઘાયલ થયા હતા, એમ પાલિકા અધિકારીએ જણાવ્યું હતું.

    આ  અકસ્માતને કારણે સોમવારે સવારે સાયન-પનવેલ હાઈવે પર  થોડા સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર  માનખુર્દ મેટ્રો સ્ટેશન નીચે ઉત્તર તરફ જતો વાહનવ્યવહાર  ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો.

   આ બસ એક વેટ લીઝ ઓપરેટરની હતી અને તે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમના કાફલાનો ભાગ હતી.

   બેસ્ટના અહેવાલ મુજબ  આ અકસ્માત સવારે ૮.૩૦ વાગ્યે માનખુર્દ બ્રિજ નજીક વિશ્વકર્મા હોસ્પિટલની સામે થયો હતો. બસ કુર્લા બસ સ્ટેશન (પૂર્વ)-ઐરોલી રૃટ પર ચાલી રહી હતી. ત્યારે ડ્રાઇવરના જણાવ્યા મુજબ  બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.જેના કારણે બસ  પુલના ડિવાઈડર  સાથે અથડાઈ ગઈ હતી.

   અધિકારીએ કહ્યું  કે નજીકમાં ઉભેલા રાહદારી ભાસ્કર રાવસાહેબને ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર બનવારી શ્રીરામ પ્રસાદ શર્મા (૫૧), કંડક્ટર વૈભવ વાઘમારે (૪૧) અને અન્ય આઠ મુસાફરો ઘાયલ થયા હતા.

   ડ્રાઇવર અને કંડક્ટરને રાજાવાડી હોસ્પિટલ જ્યારે આઠ મુસાફરોને શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

   અધિકારીએ જણાવ્યું હતું કે આ બસ  બેસ્ટના કાફલાનો ભાગ હતી. તે વેટ લીઝ ઓપરેટર માતેશ્વરીની હતી.  ડ્રાઇવર અને કંડક્ટર કંપનીના કર્મચારીઓ હતા.

  છેલ્લા એક મહિનામાં જ  બેસ્ટનો ચોથો મોટો અકસ્માત

તાજેતરમા મહાનગરમાં બેસ્ટ બસ સાથે થયેલો આ ચોથો મોટો અકસ્માત છે.૧૦ જુલાઈના રોજ  અંધેરીમાં એક બેસ્ટ બસ ૧૪ વાહનો સાથે અથડાઈ હતી .એમાં આઠ  લોકો ઘાયલ થયા હતા. આઠ  જુલાઈના રોજ  ભાંડુપ વિસ્તારમાં ઇલેક્ટ્રિક બેસ્ટ બસે ટક્કર મારતાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું.  ગત જૂન મહિનામાં  દાદર પશ્ચિમમાં પ્લાઝા સિનેમા નજીક બેસ્ટ બસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ અન્ય લોકોને ઇજા થઈ હતી.