Mumbai

લોકલ ટ્રેનમાંથી પટકાયા બાદ પ્રવાસી 35 મિનિટ પડી રહ્યો

By GS Team
20 Jun 20262 mins read
લોકલ ટ્રેનમાંથી  પટકાયા બાદ પ્રવાસી 35 મિનિટ પડી રહ્યો

સફાળેથી દહાણુ વચ્ચે દુર્ઘટના સર્જાઈ

ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ મેમૂ ટ્રેન રોક્યા પછી દોડધામ શરૃ થઈ

મુંબઈઅકસ્માતમાં જખમી વ્યક્તિને સમયસર સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય છે, પરંતુ પશ્ચિમ રેલવેની સફાળેથી દહાણુ તરફ જતી લોકલ ટ્રેનમાંથી ભારે ભીડને લીધે એક પ્રવાસી પાટા ઉપર પડી જવાને લીધે ગંભીર રીતે જખમી થયા પછી ૩૫ મિનિટ સુધી પ્લેટફોર્મ પર જ પડયો રહ્યો હતો. સ્ટેશન માસ્ટર તરફથી પ્રતિસાદ ન મળતા ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ પાછળથી આવતી એક મેમૂ ટ્રેન અટકાવ્યા પછી તંત્ર જાગ્યું હતું અને જળહળતી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ાુરુવારે   સવારે ૭.૨૧ વાગ્યે સફાળેથી દહાણુ જતી લોકલ ટ્રેનમાંથી ભીડને લીધે એક પ્રવાસી નીચે પટકાયો હતો. લોહીલુહાણ થઈ ગયેલા પ્રવાસીને અન્ય પ્રવાસીઓ અને સ્થાનિકોએ મળી પ્લેટફોર્મ પર સુવાડયો હતો. તરત જ સ્ટેશન માસ્ટરનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો. અ ાથી કેટલાક પ્રવાસીઓ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં દોડી ગયા હતા અને અકસ્માતની જાણ કરી હતી છતાં કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. આઠ વાગ્યા સુધી રેલવે પોલીસ, હમાલ કે રેલવે કર્મચારી કોઈ જ દેખાયું નહોતું.

આખરે  ૭.૫૫ વાગ્યે સફાળે સ્ટેશને આવી પહોંચેલી ડોમ્બિવલી-બોઇસર મેમૂ ટ્રેનને ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ અટકાવી રાખ્યા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને સ્ટેશન માસ્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાદમાં ઘાયલ પ્રવાસીને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.