Mumbai

ભૂત હોવાના વહેમથી ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ખાલી કરી દીધી

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલી ડોમા આદિવાસી આશ્રમશાળાની હોસ્ટેલમાં ભૂત હોવાની અફવાએ જોર પકડ્યું છે. રાતે ઝાંઝર રણકવા, હસવા-રડવાના અવાજો સંભળાતા વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ગયો. 608 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. સંચાલકોએ મનોચિકિત્સક બોલાવી તપાસ કરાવી, જેમાં 'ગંભીર હિસ્ટેરિયા' જેવા લક્ષણો જણાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભૂત હોવાના વહેમથી ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ખાલી કરી દીધી

આદિવાસી આશ્રમશાળાનની હોસ્ટેલ બાબતે જાતભાતની વાતો

રાતે ઝાંઝર રણકે છે, કોઈના હસવા-રડવાનો  તથા ગેબી પ્રવૃત્તિઓનો ભાસ ઃ સંચાલકોએ મનોચિકિત્સક બોલાવી બધાની તપાસ કરાવી

મુંબઈ -  આજે  આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સરકાર સંચાલિત ડોમા આદિવાસી આશ્રમશાળાની હૉસ્ટેલમાં ભૂત હોવાની અફવા અને કથિત અલૌકિક પ્રવૃત્તિઓની ચર્ચાએ જોર પકડયું છે. આથી હૉસ્ટેલના કુલ ૬૦૮ વિદ્યાર્થીઓ  હોસ્ટેલ પોતાના ઘરે પાછા ફર્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓએ રાત્રિના સમયે ઝાંઝરીનો, હસવાનો તથા રડવાનો અવાજ સંભળાતો હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ  ફેલાયું હતું.

હૉસ્ટેલના  અધિકારીઓએ વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લઈ કેટલીક વિદ્યાર્થિનીઓની તબીબી તપાસ પણ કરાવી હતી. શાળાના મુખ્યાધ્યાપકના જણાવ્યાનુસાર, અનેક વિદ્યાર્થિનીઓએ ઝાંઝરના તથા હસવા, રડવાના અવાજ સંભળાતા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલ લઈ જઈ તેમની મનોચિકિત્સક પાસે તપાસ કરાવાઈ હતી. ત્યારબાદ ડૉક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓમાં જોવા મળેલા લક્ષણો ગંભીર હિસ્ટેરિયા જેવી સ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે. જોકે હૉસ્ટેલમાં ભૂત કે અલૌકિક પ્રવૃતિઓના દાવાને લઈ વિદ્યાર્થીઓમાં ભય અને અફવાનો માહોલ હતો. 

હૉસ્ટેલમાં કુલ ૬૦૮ વિદ્યાર્થીઓ રહેતા હતા. જેમાં ૨૬૩ છોકરાઓ અને ૩૪૫ છોકરીઓનો સમાવેશ છે. ભૂત હોવાની અફવા અને વિદ્યાર્થીઓની ચિંતા બાદ તમામ ૬૦૮ વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફર્યા હોવાનું  જાણવા મળે છે.