Mumbai

ચેતનના એક સહાધ્યાયીને બધી ખબર હતી, પોલીસ દ્વારા અટકાયત

By GS Team
4 Jul 20263 mins read
TukuTouch Logo
કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપી સિયા અને ચેતને બીડના એક મિત્રને હત્યાનો આખો પ્લાન કહ્યો હતો. મિત્રે તેમને ચેતવ્યા હતા, પરંતુ પોલીસને જાણ કરી ન હતી. 18 જૂને લોહગઢમાં હત્યા થઈ હતી. પોલીસે હવે તે મિત્રને કસ્ટડીમાં લીધો છે. સિયાએ પોલીસ સમક્ષ અશ્લીલ હરકતો કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેતનના એક સહાધ્યાયીને બધી ખબર હતી, પોલીસ દ્વારા અટકાયત

અમે કેતનને ધકેલવાના છીએઃ સિયા-ચેતને એક મિત્રને આખો પ્લાન કહી દીધો હતો

મિત્રએ બંનેને ે ચેતવ્યાં હતાંઃ જોકે, તા. ૧૮મીનાં  લોહગઢનાં ષડયંત્રની  ખબર હોવા છતાં પોલીસથી વાત છૂપાવતાં કેતન  માર્યો ગયો

મુંબઈ -        કેતન અગ્રવાલ  કેસના આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ  બીડના એક મિત્રને તેમના  દ્વારા રચવામાં આવેલા હત્યાના કાવતરા વિશે બધું જ જણાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હવે આ યુવકને કસ્ટડીમાં લીધો છે. અગાઉ પોલીસને  શંકા હતી કે આ ઘટના વિશે બીજા કોઈને પણ ખબર હશે  જેના આધારે  પોલીસ તપાસ કરી રહી હતી.

      આ યુવક ચેતન ચૌધરીનો સહાધ્યાયી છે. કેતન અગ્રવાલ હત્યા કેસમાં આ યુવકનું નામ સામે આવી રહ્યું છે. ચેતન અને સિયા બંનેએ કેતનની હત્યાના પ્લાનિંગ  અંગે તેની સાથે ચર્ચા કરી હતી. બંનેએ યુવકને પોતાની સાથે લોહગઢ આવવા માટે પણ વિનંતી કરી હતી. 

     જોકે  યુવક કેતનની હત્યાના દિવસે  ૧૮ જૂને લોહગઢ ગયો ન હતો. સૌથી મહત્વની વાત એ છે કે કેતન અગ્રવાલની હત્યા કર્યા પછી ચેતન પહેલી વાર તેના આ  મિત્રને મળ્યો હતો. જાણવા મળ્યું છે કે સિયાએ પણ  આ યુવક સાથે  વાત કરી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર  આ યુવાન મૂળ બીડ જિલ્લાનો છે અને હાલમાં બાલેવાડીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી ચેતનના સંપર્કમાં હતો. દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ યુવકે ચેતન અને સિયા બંનેને કેતનને ન મારવા માટે પણ કહ્યું હતું.

     પુણે ગ્રામીણ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન યુવકે પોલીસ સમક્ષ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે કે જ્યારે ચેતન અને સિયા કેતનની હત્યા કરવાનું કાવતરું ઘડી  રહ્યા હતા, ત્યારે  તેણે બંનેને  કેતનને ન મારવાની સલાહ આપી હતી,  અને કહ્યું હતું કે આવું પગલું ભરવું ભારે પડશે.

   ભલે યુવકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હોય  પણ એક વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે તે જાણતો  હોવા છતાં તેણે પોલીસથી આ માહિતી કેમ છુપાવી? ગુનાની માહિતી દબાવવા બદલ તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? અને હત્યા પછી ચેતન તેને કેમ મળ્યો? પુણે ગ્રામીણ પોલીસ હવે આ બધી બાબતોની તપાસ કરી રહી છે. આ નવા ખુલાસા સાથે  કેતન અગ્રવાલ હત્યા કેસમાં હવે એક અલગ વળાંક આવ્યો છે.

બેશરમ સિયાના પોલીસની હાજરીમાં જ અશ્લીલ ચાળા

  પોલીસ સિયાને તપાસ અને પંચનામા માટે તેના ઘરે લઈ ગઈ હતી. ત્યાંથી બહાર નીકળતી વખતે સિયાએ મીડિયા સામે અશ્લીલ હરકત કરી હતી

    સિયા ગોયલ  તેના નિવાસસ્થાનમાંથી બહાર નીકળતી વખતે તેમને જોતાં જ અશ્લીલ હરકતો કરતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.  થાય તે કરી લો તે પ્રકારની ચેષ્ટા દ્વારા જેલમાં હોવા છતાં  સિયાની અક્કડ ઓછી થઈ નથી અને તે બેખૌફ હોવાનું સ્પષ્ટ થયું છે. વાયરલ વીડિયો બાદ સિયા ગોયલની તમામ સ્તરે ટીકા થઈ રહી છે અને લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.