Mumbai

જીએસટી સેટલમેન્ટ માટે ૮ લાખની લાંચ માગતાં અધિકારી ઝડપાયા

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
નવી મુંબઈમાં GST તપાસ બંધ કરવા ડેપ્યુટી કમિશનર દીપક ક્ષીરસાગરે ભંગારના વેપારી પાસેથી 15 લાખ માંગ્યા હતા. ACBએ છટકું ગોઠવી રકઝક બાદ 8 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા. તાજેતરમાં ક્લાસ-1 પ્રમોશન મળેલા ક્ષીરસાગર વિરુદ્ધ CBD બેલાપુર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જીએસટી  સેટલમેન્ટ માટે ૮ લાખની લાંચ માગતાં અધિકારી ઝડપાયા

હાલમાં જ ક્લાસ વન તરીકે પ્રમોશન મળ્યું હતું

પતાવટ માટે ૧૫ લાખ માગ્યા, એસીબીએ રકઝક કરી ૮ લાખ કરાવ્યા

મુંબઈ  -  નવી મુંબઈ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ ગુડ્સ એન્ડ સવસ ટેક્સ (જીએસટી)ને લગતી તપાસ બંધ કરવા માટે ભંગારના એક વેપારી પાસેથી ૮ લાખ રૃપિયાની લાંચ માંગવાના આરોપમાં એક વરિ  અધિકારીની ધરપકડ કરી છે.

આરોપી દીપક રામચંદ્ર ક્ષીરસાગર (૫૬) ગુના સમયે રાયગઢ વિભાગ, સીબીડી બેલાપુરમાં વેચાણ વેરાના સહાયક કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમને તાજેતરમાં જ મુંબઈના મઝગાંવમાં વેચાણ વેરા વિભાગના ડેપ્યુટી કમિશનર (ક્લાસ-વન) તરીકે બદલી કરવામાં આવી હતી.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમને  ગયાં વર્ષે આઠમી  ફેબુ્રઆરીએ રોજ ક્ષીરસાગરના હસ્તાક્ષર હેઠળ જીએસટીની શો-કોઝ નોટિસ મળી હતી. તેઓ ગત મેમાં આ કેસ બાબતે ક્ષીરસાગરને મળ્યા હતા. આ સમયે અધિકારીએ તપાસ બંધ કરવા માટે ૧૫ લાખ રૃપિયાની માંગણી કરી હોવાનો આરોપ છે.

વેપારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવ્યા પછી, અધિકારીઓએ છટકું ગોઠવી ક્ષીરસાગરનો સંપર્ક કર્યો હતો અને'વાટાઘાટો' પછી,અધિકારીએ કેસ બંધ કરવા માટે ૮ લાખ રૃપિયા સ્વીકારવા સંમતિ આપી હોવાનો આરોપ છે.

ત્યારબાદ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો અને ક્ષીરસાગરની ધરપકડ કરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક ધર્મરાજ સોનકેએ જણાવ્યું હતું કે, વધુ તપાસ ચાલુ છે.