Mumbai

એનઆરઆઈનાં ભારતમાં થયેલાં લગ્નનો કેસ ભારતની કોર્ટમાં જ ચાલી શકે

By GS Team
23 May 20262 mins read
એનઆરઆઈનાં ભારતમાં થયેલાં લગ્નનો કેસ ભારતની કોર્ટમાં જ ચાલી શકે

માતાને બાળકની કસ્ટડી સોંપતી વખતે કોર્ટનું નિરીક્ષણ

બાળકની કસ્ટડીનો કેસ અમેરિકામાં ચાલ્યો હોવાથી ભારતની કોર્ટનું અધિકાર ક્ષેત્ર નથી તેવી પતિની દલીલ ફગાવી

 મુંબઈવિવાહિત દંપતી હાલ વિદેશમાં સ્થાયી છે પણ તેમના લગ્ન જો ભારતમાં થયા હોય અને તો તેમનો વૈવાહિક વિવાદ ભારતીય કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે અને ભારતીય કોર્ટ જ તેના પર નિર્ણય આપી શકે છે, એમ ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું તેમ જ એક ડોક્ટર મહિલાને તેના પાંચ વર્ષના બાળકનો કબજો પોતાની પાસે રાખવાની પરવાનગી આપી હતી.

અરજદાર મહિલાનો પતિ ડોક્ટર છે, તેની સામે પારિવારિક હિંસાચાર સામે રક્ષણ કાયદા હેઠળ મહિલાએ ભરણપોષણ અને બાળકનો કબજો પોતાની પાસે રાખવાની માગણી કરી હતી. કોર્ટે બાળકના કબજાની માગણી માન્ય કરી હતી અને અનિવાસી ભારતીય દંપતીના વૈવાહિક વિવાદ સંબંધી ઉક્ત બાબત સ્પષ્ટ કરી હતી. દંપતીએ ૨૦ જૂન ૨૦૧૧ના રોજ ભારતમાં હિન્દુ વિવાહ પદ્ધતિથી લગ્ન કર્યા બાદ અમેરિકામાં સ્થાયી થયા હતા ત્યાં બાળકનો જન્મ થયો હતો. અમુક સમય બાદ પતિ પોતાને આર્થિ, માનસિક અને શાબ્દિક ત્રાસ આપતો હોવાનો આરોપ કરીને મહિલાએ અમેરિકામાં પતિ સામે કેસ કર્યો હતો. આથી પતિને ધરપકડ કરાઈ હતી અને બાદમાં જામીન પર મુક્તિ મળી હતી. સ્થાનિક ફેમિલી કોર્ટે અરજદાર મહિલાને સંરક્ષણ આપીને બાળકની કસ્ટડી તેને સોંપી હતી. બાળક સાથે તે ભારત આવી અને આગામી જોખમને ધ્યાનમાં લઈ અહીં પણ રાહતની માગણી માટે કોર્ટમાં અરજી કરી હતી.

અરજદાર મહિલાએ કરેલા આરોપો વધારી ચડાવીને કરાયા હોવાનો પ્રતિવાદી પતિએ દાવો કરીને તેનું ખંડન કર્યું હતું. અમેરિકન કોર્ટના આદેશનો ભંગ કરીને તેની સંમતિ વિના બાળકને ભારત લાવી હોવાનો દાવો કર્યો હતો. કેસ અમેરિકામાં પ્રલંબિત હોવાનું કહીને ભારતીય કોર્ટના અધિકારક્ષેત્રની બહાર  હોઈ સમાંતર કાયદેસર કાર્યવાહી થઈ  શકે નહીં એવી દલીલ  પિતાઅ ેકરી હતી.

અરજદાર અને પ્રતિવાદીએ અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવ્યો છે. જ્યારે તેઓ મૂળ ભારતીય હોઈ વિવાદ પણ ભારતમાં થયા છે. હાલની સ્થિતિમાં અરજદાર તેના બાળક સાથે ભારતમાં રહે છે. આતી સંબંધીત કેસ ભારતીય કોર્ટના અધિકારક્ષેત્રમાં હોવાનું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું. અને પતિની દલીલને ફગાવી દીધી હતી.મહિલાની અરજી સ્વીકારીને કોર્ટે નોંધ કરી હતી કે કેસને ધ્યાનમાં લેતાં તેની સતામણી થઈ હોવાનું નિષ્પન્ન થાય છે. પતિને ઘરેલુ હિંસાનું કોઈ કૃત્ય કરવાથી દૂર રહેવાનો અને બાળકનો કબજો મહિલાને સોંપવાની પરવાનગી આપી હતી.