Mumbai

બનાવટી ફોલોઅર્સના કેસમાં ત્રણ આરોપી સામે બિનજામીનપાત્ર વોરન્ટ

By GS Team
10 Jan 20261 min read
બનાવટી ફોલોઅર્સના કેસમાં ત્રણ આરોપી સામે બિનજામીનપાત્ર વોરન્ટ

ભૂમિ ત્રિવેદીની ફરિયાદ બાદ રેકેટ પકડાયું હતું 

વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા હોવાથી કાર્યવાહીઃ એનઆઈએએ તપાસ હાથ ધરી હતી

મુંબઈ -  એસ્પ્લેનેડ કોર્ટે ફેક ફોલોઅર્સ કેસમાં ત્રણ આરોપી સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યા છે. તેઓ વારંવાર કોર્ટમાં તારીખ પર ગેરહાજર રહેતા હતા. કેસમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે.

 આ કેસની તપાસ  તે સમયે સચિન વાઝેનાં વડપણ હેઠળનાં સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન યુનિટ (સીઆઈયુ) દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦માં તપાસ ચાલી રહી હતી. જોકે, ત્યાર બાદ એન્ટિલિયા પાસે પાર્ક થયેલી એસયુવીમાંથી જીલેટિન સ્ટીક મળવાના અને મનસુખ હિરેનની હત્યાના કેસમાં  સચિન વાઝેની ધરપકડ થતાં આ કેસ એનઆઈએને સોંપાયો હતો. 

હાજર નહીં રહેવા બદલ કોર્ટે આરોપી અભિષેક દૌડા, કાસિફ મન્સૂર અને વિજય બાંઠીયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ જારી કર્યો  છે. 

ઈન્ડિયન આઈડલ કન્ટેસ્ટન્ટ ભૂમિ ત્રિવેદીએ પોતાના નામે બનાવટી એકાઉન્ટ ચાલતું હોવાની પોલીસ ફરિયાદ કર્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં જણાયું હતું કે પબ્લિક રિલેશન અજેન્સીએ બનાવટી ફોલોઅર્સ તેયાર કર્યા હતા. એ વખતના પોલીસ વડા પરબમબીર સિંહે દખલ લઈને તપાસનો આદેશ આપ્યો હતો.

રેપર બાદશાહનું નામ પણ બહાર આવ્યું હતું અને પોલીસે તેનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.