Mumbai

કોઈ પુખ્ત મહિલાને માતાપિતાના ઘરે જ રહેવા ફરજ પાડી શકાય નહિ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે 21 વર્ષીય યુવતીની તરફેણમાં મહત્વનો આદેશ આપ્યો છે. મુંબઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી આ યુવતીએ 10 વર્ષ મોટા કઝિન સાથે લગ્ન ન કરવા અને વધુ ભણવા જૂન 2022માં માતા-પિતાનું ઘર છોડ્યું હતું. કોર્ટે જણાવ્યું કે, પુખ્ત મહિલાને ક્યાં રહેવું, શું ભણવું કે કોની સાથે પરણવું તે નક્કી કરવાનો સ્વતંત્ર અધિકાર છે, તેને મરજી વિરુદ્ધ ઘરે પરત ફરવા ફરજ પાડી શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈ પુખ્ત મહિલાને માતાપિતાના ઘરે જ રહેવા ફરજ પાડી શકાય નહિ

પુખ્ત મહિલાને રહેવા, ભણવા, પરણવા બાબતે સ્વાધિકાર

૧૦ વર્ષ મોટા કઝિન સાથે પરણાવવા ઈચ્છતા માંબાપનું ઘર છોડીને આવેલી યુવતીની તરફેણમાં બોમ્બે હાઈકોર્ટનો આદેશ

મુંબઇ -  કોઈ સત્તાવાળા કોઈ પુખ્ત વયની મહિલાને તેને મરજી વિરુદ્ધ માતા પિતાના ઘરે પાછા જવાની ફરજ પાડી શકે નહિ તેમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે.  હાઈકોર્ટે જણાવ્યું છે કે એક પુખ્ત વયની મહિલા પોતે ક્યાં રહેવું તે નક્કી કરવાનો સ્વ અધિકાર ધરાવે છે. અદાલતે તેલંગણા પોલીસને અરજદાર ૨૧ વર્ષીય યુવતી સામે કોઈ કડક પગલાં નહિ લેવા તાકીદ કરી છે.

મહિલાએ કહ્યું હતું કે તેણે  સ્વેચ્છાએ  માતાપિતાનું  ઘર જૂન ૨૦૨૬માં છોડયું હતું કારણ કે તેને પોતાનાથી દસ વર્ષ મોટા કઝીન સાથે લગ્ન કરવા ન હતા. તેનું પરિવાર રુઢિચુસ્ત અને પ્રણાલિકાગત હતું. તેને ડીગ્રી લેવા સુધી ભણવા દેવાઇ ન હતી અથવા નોકરી કરવાની છુટ નહીં હતી તેવો તેણે આક્ષેપ કર્યો હતો. તેને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો તેવો દાવો તેણે કર્યો હતો. પરિવારથી મળતી ધમકીઓ અને હેરાનગતિ સામે રક્ષણ આપવા તેણે હાઇકોર્ટને વિનંતી કરી હતી.

બોમ્બે  હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રવીન્દ્ર ધૂગે અને જસ્ટિસ ગૌતમ અનખડની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ બાબતો અંગત પસંદગીની છે અને ભારતના બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના પ્રાપ્ત અધિકારોનો હિસ્સો છે. પોલીસ દ્વારા મહિલાને  પરાણે તેના માતાપિતાના ઘરે રહેવા જવાની ફરજ ન પાડી શકાય. તેને ક્યાં રહેવું, શું ભણવુ, કોની સાથે પરણવું તે નક્કી કરવાના તમામ અધિકાર છે.

મહિલા એક સમાજસેવી સંસ્થા સાથે કામ કરે છે અને મુંબઇમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે તેવુ અવલોકન હાઇકોર્ટે કર્યું હતું. તે જ્યારે બે મહિનાની વયની હતી ત્યારે તેને દત્તક લેવામાં આવી હતી તેવું પીટિશનમાં કહેવામાં આવ્યું છે. તેને તેની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવા દબાણ નહીં કરવામાં આવે અને તેને ઉચ્ચ અભ્યાસ કરવામાં રોકવામાં નહીં આવે તેવું એફિડેવિટ મહિલાની માતાએ રજૂ કર્યું હતું. અરજદારે કોર્ટને કહ્યું હતું કે તેની ઘરે જવાની ઇચ્છા નથી.

અદાલતે તેલંગણા પોલીસને આ યુવતી લાપતા બની હોવાની તેના માતાપિતાએ કરેલી ફરિયાદને પણ  બંધ કરવા જણાવ્યું હતું.