નીરવ મોદીના સહાયક સંદીપની યુએઈથી પ્રત્યાર્પણ બાદ ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડીમાં સહયોગનો આરોપ
સીબીઆઈએ ધરપકડ બાદ રિમાન્ડ નહિ માગતાં અદાલતે મિસ્ત્રીને જેલમાં ધકેલી દીધો
મુંબઈ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ૬૫૯૮.૨૦ કરોડનાં પીએનબી કૌભાંડના સંબંધમાં ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના સહયોગી સંદીપ મિીની યુએઈથી પ્રત્યાર્પણ બાદ ધરપકડ કરી હતી.
સોમવારે પ્રત્યાર્પણ કર્યા પછી સીબીઆઈએ મંગળવારે ઔપચારિક રીતે મિીની મુંબઈમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ એજન્સીએ તેને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમ ાં રજૂ કર્યો હતો. પરંતુ તેમના રિમાન્ડ મેળવવા માટે દબાણ કર્યું ન હતું. ત્યારબાદ કોર્ટે મિીને છઠ્ઠી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
નવેમ્બર ૨૦૨૫માં સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલ બિન-જામીનપાત્ર વોરંટનું પાલન કરતા મિીની ધરપકડ કરવામાં આવી હતી. મિીએ અ ગાઉ નીરવ મોદીની હોંગકોંગ સ્થિત કંપની ફેન્સી ક્રિએશન્સ લિમિટેડના ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે મિીએ મોદી અને અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. મિીએ મોદીના ભાઈ નેહલ અને અન્ય વોન્ટેડ આરોપી સાથે મળીને દુબઈમાં મોદી સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓના ડમી ડિરેક્ટરો - કર્મચારીઓને ભારતમાં કેસ દાખલ થયા પછી દેશ છોડી કૈરો શિફ્ટ થવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઉપરાંત પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ તેમના સેલફોનનો પણ નાશ કર્યો હતો.
નીરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી અને અન્ય લોકો સામે ૨૦૧૮થી મની લોન્ડરિંગના આરોપોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી ) દ્વારા તથા સમગ્ર કૌબાંડમા ંસીબીઆઈ દ્વારા પણ તપાસ ચાલી રહી છે.
તેમના પર બેંક અધિકારીઓ સાથે મળીને અને મુંબઈમાં બ્રેડી હાઉસ પીએનબી શાખામાં બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ જારી કરીને યુએસ ડોલર બે બિલિયન (રૃ. ૧૩ હજાર કરોડથી વધુ) બેંક છેતરપિંડી કરવાનો આરોપ છે.




