Mumbai
ધર્માંતરણની આરોપી નિદા ખાનને વધુ રિમાન્ડ ન અપાતાં જેલમાં
By GS Team
12 May 20261 min read

નસિક ટીસીએસ કેસમાં અદાલતી કસ્ટડી
પોલીસે વધુ કસ્ટડી નહીં માગતાં નાશિક
રોડ જેલમાં રવાના કરાઈ
મુંબઈ
- નાશિક કોર્ટે ટીસીએસ જાતીય સતામણી અને ધર્માંતરણના કેસમાં આરોપી
નિદા ખાનને ૨૪ મે સુધીની અદાલતી કસ્ટડી આપી છે. ખાનની પોલીસ કસ્ટડી પૂર્ણ થતાં
તેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી.
હાલ સગર્ભા રહેલી ખાનની પોલીસ કસ્ટડી પોલીસ દ્વારા માગવામાં નહીં આવતાં
તેને અદાલતી કસ્ટડી આપીને નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં ખસેડાઈ હતી. ખાન અનેક દિવસથી
ફરાર રહ્યા બાદ સાત મેના રોજ છત્રપતિ સંભાજીનગર ખાતેથી પકડવામાં આવી હતી. આઈટી
કંપનીના નાસિક એકમના સ્ટાફે કરેલી ફરિયાદને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
જાતીય સતામણી અને બદનામીની જોગવાઈ ઉપરાંત ખાન સામે અસેસી અને એસટી કાયદા
હેઠળ પણ ગુનો નોંધાયો છે.




