સુધા ભારદ્વાજ અને વરવરા રાવના જામીન રદ કરવા એનઆઈએની માગ

એલ્ગાર
પરિષદ કેસના આરોપીની મીડિયા સમક્ષ હાજરી
જામીનની
શરતનો ભંગ કરાયો હોવાનો દાવો કરીને કોર્ટમાં અરજી
મુંબઈ -
એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક્સ કેસમાં આરોપી કાર્યકર્તા સુધા
ભારદ્વાજ અને વરવરા રાવે જામીનની શરતોનો ભંગ કર્યો હોવાનુો દાવો કરીને નેશનલ
ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ વિશેષ કોર્ટમાં તેમના જામીન રદ કરવાની માગણી કરી
છે. ભારદ્વાજે ૨૦૨૧માં ટેક્નિકલ મુદ્દા પર જામીન મેળવ્યા હતા જ્યાર ેરાવે એક વર્ષ
બાદ જામીન પર મુક્તિ મેળવી હતી.જામીનની શરતમાં કોર્ટની પરવાનગી વિના મુંબઈ નહીં
છોડવા તથા પાસપોર્ટ એનઆઈએને સોંપવા તથા કેસ વિશે મીડિયામાં વાત નહીં કરવાનો સમાવેશ
હતો.
એનઆઈએએ
અરજીમાં જણાવ્યું હતું કે ૧૯ જાન્યુઆરીએ મુંબઈ પ્રેસ ક્લબમાં એક કાર્યક્રમમાં
તેમણે હાજરી આપીને જામીનના શરતોનો ભંગ કર્યો હતો. કાર્યક્રમના બે દિવસ બાદ પ્રેસ
ક્લબે તેમના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. કોર્ટે બંને આરોપીનો જવાબ મગાવીને
સુનાવણી ૨૨ મે પર રાખી છે.
૩૧
ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પુણેમાં એલ્ગાર પરિષદમાં ભડકાઉ ભાષણ આપ્યાનો આરોપ છે જેને પગલે હિંસા ફાટી કનીકળી હોવાનો પોલીસે
દાવો કર્યો હતો.




