Mumbai
સિદ્ધિવિનાયક માટે કાલથી નવી એસી બસ
By GS Team
22 May 20261 min read

મુંબઈ -
બેસ્ટ દ્વારા આવતીકાલ શનિવારથી શ્રી સિદ્ધિવિનાયક મંદિર જવા
નવી એસી બસ સેવા એ-૪૫ રુટ પર શરુ થશે.
નવી
સર્કુલર બસ સેવા દાદર રેલવે સ્ટેશન
(પશ્ચિમ)થી પ્રભાદેવી મંદિર સુધી દોડશે અને ત્યારબાદ દાદર સ્ટેશન પર પરત
ફરશે. માર્ગમાં પોર્ટુગીઝ ચર્ચ,
આરામ નગર, રવિન્દ્ર નાટય મંદિર, દાદર પોલીસ સ્ટેશન, શારદા આશ્રમ અને કબુતરખાના જેવા
મુખ્ય સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.
પહેલી
બસ સવારે ૭વાગ્યે અને છેલ્લી બસ રાત્રે ૧૦.૫૫ વાગ્યે દોડશે. દિવસભર બસો દર ૨૦થી ૨૨
મિનિટના અંતરે ઉપલબ્ધ રહેશે.
સિદ્ધિવિનાયક મંદિર િ વસ્તારમાં મંગળવાર, રજાના દિવસો અને
તહેવારો દરમિયાન ભારે ભીડ અને ટ્રાફિક જામ સર્જાતાં હોય છે. આવી સ્થિતિમાં નવી એસી
ફીડર સેવા 'લાસ્ટ માઈલ કનેક્ટિવિટી' સુધારવામાં
મદદરૃપ બનશે.




