Mumbai

આર્યન કેસમાં ક્યારેય શાહરુખ પાસે લાંચ માગી નથીઃ વાનખેડે

By GS Team
24 Mar 20261 min read
આર્યન કેસમાં ક્યારેય શાહરુખ પાસે લાંચ માગી નથીઃ વાનખેડે

 કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં આઈઆરએસ અધિકારીની દલીલ

 સીબીઆઈ પાસે લાંચના કોઈ પુરાવા જ નહિ હોવાનું જણાવી કેસ રદ કરવા વાનખેડેની દલીલ

મુંબઈ - ક્રુઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાન પાસેથી તેના પુત્ર આર્યન ખાનને બાકાત રાખવાના બદલામાં ક્યારેય લાંચ માગી નહોતી કે લીધી નહોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (અનેસીબી)ના માજી ઝોનલડિરેક્ટર સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું.

 સીબીઆઈએ ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો સાથે મે ૨૦૨૩માં નોંધેલી એફઆઈઆર રદ  કરવાની વાનખેડેની અરજીમાં તેમના  વકીલે  દલીલ કરી હતી કે સીબીઆઈ પાસે લાંચનો અરાપો પુરવાર કરવાના કોઈ પુરાવા નથી.  સીબીઆઈની એફઆઈઆર અનુસાર વાનખેડે અને અન્યો આરોપીઓએ ડ્રગ્સ કેસમાં આર્યનને ક્લિન ચિટ આપવાના બદલામાં રૃ.  પચ્ચીસ  કરોડની કથિત લાંચ માગી હતી.ક્રુઝ શિપ કોર્ડેલિયા પર કથિત ડ્રગ્સ હોવાની માહિતી એનસીબીને મળતાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં આર્યન ખાન સહિતના કેટલાંક લોકોની ધરપકડ થઈ હતી. કોર્ટે મંગળવાર પર સુનાવણી રાખી છે. બીજી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ આર્યન ખાનની ધરપકડ થઈ હતી. એનસીબીએ ૧૪ આરોપી સામે આરોપનામા દાખલ કર્યા હતા પણ આર્યનને ક્લિનચિટ આપી હતી.

 ત્રાહિત સાક્ષીદારે દાવો કર્યો હતો કે આર્યનને છોડવા માટે રૃ. પચ્ચીસ  કરોડની માગણી કરવામાં આવી હતી. આનાથી કેસમા ંવળાંક આવ્યો હતો.  સીબીઆઈના કેસને આધારે ઈડીએ પણ વાનખેેડે સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.