નીટના રિઝલ્ટ પહેલાં જ 180 માર્ક્સ મળ્યાની જાહેરાત

નાંદેડનો
કોચિંગ કલાસ રડાર પર આવ્યો
પાંચ
લાખ રુપિયામાં વિદ્યાર્થિની માટે પેપર
ખરીદાયાના આક્ષેપો બાદ સીબીઆઈ દ્વારા પૂછપરછ
મુંબઈ
- નાંદેડમાં નીટનું પરિણામ આવે તે પહેલાં જ એક વિદ્યાર્થીને રસાયણશાસ્ત્રમાં
૧૮૦માંતી ૧૮૦ માર્ક્સ મળ્યા હોવાની જાહેરાત કરાઈ હતી. હવે આ કલાસીસ સીબીઆઈના રડા
પર આવ્યો છે.
નીટ પેપર લીક મામલામાં સીબીઆઈની એક ટીમ નાંદેડ પહોંચી હતી. શહેરના
વિદ્યુત નગર વિસ્તારના રહેવાસી અને હોટેલ માલિક
કદમ પરિવારની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. એક ગંભીર આરોપ છે કે છોકરીના
પિતાએ તેના માટે નીટ પેપર ખરીદવા માટે પાંચ લાખ રૃપિયા ચૂકવ્યા હતા. સીબીઆઈ ટીમ
દ્વારા લગભગ આઠ પરિવારોની પૂછપરછ કરવામાં આવી હતી. વિદ્યાથની નીટ પરીક્ષાના પંદર
દિવસ પહેલા પરીક્ષાની તૈયારી માટે પુણે ગઈ હતી. ત્યારબાદ તે નાંદેડ આવી અને પરીક્ષા આપી હતી. નાંદેડમાં
તૈયારી કરતી વખતે તેણીને ૧૦૦થી ૧૨૦ ગુણ
મળતા હતા. જોકે પુણેમાં તેને પ્રેક્ટિસમાં ૫૬૦
ગુણ મળ્યા હતા.
શંકા વધતી જતી હોવાથી મંગળવારે છોકરી અને
તેના માતા-પિતાને પુણે સ્થિત સીબીઆઈ ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા . નાંદેડના એક
ખાનગી કોચિંગ ક્લાસે તપાસ હેઠળ રહેલી
વિદ્યાથનીનો ફોટો છાપીને સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી હતી. આ
જાહેરાતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે
સંબંધિત છોકરીએ રસાયણશા વિષયમાં ૧૮૦માંથી ૧૮૦ ગુણ મેળવ્યા છે.
નોંધનીય છે કે પેપર લીક થયા પછી નીટ પરીક્ષા રદ
થયા પછી ૨૧ જૂને ફરીથી પરીક્ષા લેવાનો
નિર્ણય લીધો છે. નીટ પરીક્ષાના સત્તાવાર પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા
નથી.છતાં પરિણામો પહેલાં જ આ કોચિંગ ક્લાસએ આ ગુણ મેળવ્યા હોવાની અનુમાન કરતી
જાહેરાતે ભ્રમ ઉભો કર્યો છે. આ જાહેરાતને કારણે
કોચિંગ ક્લાસના ડિરેક્ટર સીબીઆઈના રડાર પર હોવાની ચર્ચા છે.
આ જાહેરાતમાં ફક્ત આ છોકરીના જ નહીં પરંતુ બે અન્ય વિદ્યાર્થીઓના ફોટા પણ આવી જ
રીતે છાપવામાં આવ્યા છે




