Mumbai

નાના પાટેકરની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: નેશનલ એવોર્ડ વિજેતા અનંત નારાયણ મહાદેવન નિર્દેશિત ફિલ્મ 'ધ કન્ફેશન ઓફ મેરી'નું પ્રિમિયર ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આ ફિલ્મ કેરળના 1966ના કુખ્યાત માડાથારુવી મર્ડર કેસ પર આધારિત છે. નાના પાટેકર પાદરીની ભૂમિકામાં છે, જ્યારે આશિષ વિદ્યાર્થી અને આદિલ હુસૈન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં 43 વર્ષીય વિધવા મારિયા કુટ્ટીની હત્યા અને ત્યારબાદની કાનૂની કાર્યવાહી દર્શાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાના પાટેકરની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે

આ ફિલ્મ કેરળના કુખ્યાત માડાથારુવી મર્ડર કેસ વિશે છે  

ફિલ્મમાં આશિષ વિદ્યાર્થી  અને આદિલ હુસૈન પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે                                                    

મુંબઈ - નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અનંત નારાયણ મહાદેવન નિર્દેશિત ફિલ્મ ધ કન્ફેશન ઓફ મેરીનું ગ્રાન્ડ પ્રિમિયર પ્રતિષ્ઠિત ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે. કેરળમાં ૧૯૬૬માં બહું ગાજેલા કુખ્યાત માડાથારુવી મર્ડર કેસ પર આ ફિલ્મ આધારીત છે.

આ ફિલ્મમાં નાના પાટેકરે પાદરીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં આશિષ વિદ્યાર્થી અને આદિલ હુસૈન પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મની પટકથા જાણીતાં લેખક સીપી સુરેન્દ્રને લખી છે. જ્યારે ફિલ્મનું સંગીત અમર મોહિલેએ આપ્યું છે.

જુન ૧૯૯૬માં ૪૩ વર્ષની વિધવા અને પાંચ સંતાનોની માતા મારિયા કુટ્ટીની હત્યા થઇ હતી અને તેનો મૃતદેહ માડાથારુવી નાળાંમાંથી મળી આવ્યો હતો. મારિયા કુટ્ટીનો મૃતદેહ મળી આવ્યો તે પહેલાં તે છેલ્લે રોમન કેથોલિક પાદરી સાથે જોવા મળી હતી. એ પછી એક અઠવાડિયામાં ફાધર બેનેડિક્ટ ઓનમકુલમની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પર કાનુની કાર્યવાહી કરી તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી. એ પછી જે બન્યું તે આ ફિલ્મની કથાનું કેન્દ્ર છે.