Mumbai

નાગપુર ક્લોરિન ગેસ લીકેજ થતા ૫૬ને ગૂંગળાયા ઃ આઠ આઈસીયુમાં

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
નાગપુરના ગોધની ગામમાં મધરાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થતા ૫૬ લોકોની તબિયત લથડી. સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થતા ગભરાટ ફેલાયો. પ્રશાસને તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવી અસરગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા. સદનસીબે, સમયસર સારવાર મળતા મોટી જાનહાનિ ટળી, ૧૧ને રજા અપાઈ, ૪૫ હજુ સારવાર હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગપુર  ક્લોરિન ગેસ લીકેજ થતા ૫૬ને ગૂંગળાયા ઃ  આઠ આઈસીયુમાં

મધરાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ લીકેજ

વહીવટીતંત્રે વિસ્તાર ખાલી કરાવ્યો, સદનસીબે  સમયસર તબીબી સહાયથી મોટી જાનહાનિ ટળી ગઈ

મુંબઈ -      નાગપુરમાં એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થવાથી લગભગ  ૫૬ લોકોની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને ગભરાટ ફેલાયો હતો. 

    આમાંથી ૧૧ દર્દીઓને સારવાર બાદ દિવસના અંતમાં રજા આપવામાં આવી હતી. જ્યારે ૪૫ દર્દીઓ હજુ પણ હોસ્પિટલોમાં દાખલ છે. જેમાં આઠ દર્દીઓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ) માં છે. સદનસીબે સમયસર તબીબી સહાયથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

  નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનએ જણાવ્યું હતું કે ગઈકાલે રાતે એક વાગ્યે ગોધની ગામમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ૯૦૦  કિલોગ્રામ ક્ષમતાના ક્લોરિન ગેસ સિલિન્ડરમાં લીકેજ થયા બાદ  તીવ્ર ગંધ આવવા લાગી હતી.

    સ્થાનિક નાગરિકોને આંખોમાં બળતરા, ખાંસી, ઉબકા અને ચક્કર આવવા લાગ્યા હતા.  આ ગેસ લીકેજથી વિસ્તારના વરિ નાગરિકો ને વધારે અસર થઈ હતી.  ઘણા વૃધ્ધોને શ્વાસ લેવામાં તકલીફ (ગુંગળામણ) થવા લાગી જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો.

   આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ વહીવટીતંત્ર,મહાનગરપાલિકાના ફાયર કર્મચારીઓ બે પાણીના ટેન્ડર અને શ્વાસ લેવાના ઉપકરણો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. નાગપુરમાં પીવાનું પાણી પૂરું પાડતી ઓરેન્જ સિટી વોટર પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી..  આ સાથે  સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

   અસરગ્રસ્ત ૨૦૦  મીટર વિસ્તારના લોકોને  યુદ્ધના ધોરણે સલામત સ્થળે ખસેડવાનું કામ શરૃ કર્યું હતું.  નાગરિકોને તેમના ચહેરા પર ભીનો રૃમાલ બાંધવા અને તેમના ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી.

    ૫૬   અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમે  સારવાર શરૃ કર્યા બાદ ૧૧  લોકોની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો. સારવાર બાદ ૧૧ તેમને રજા આપવામાં આવી હતી. બાકીના   દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જેમાં કેટલાક બાળકો અને વરિ નાગરિકોનો સમાવેશ  છે.

    આજે સવારે લગભગ ૫-૩૦  વાગ્યે લીકેજ બંધ થયા પછી એનડીઆરએફ  ટીમ, ફાયરબ્રિગેડ અને ઓરેન્જ સિટી વોટર પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓએ ક્લોરિન સિલિન્ડરને કોસ્ટિક સોડા મિશ્રિત પાણીની ટાંકીમાં મૂક્યું હતું,  એમ પાલિકાએ જણાવ્યું હતું.