Mumbai
મુંબઈના માનસરોવરના યાત્રાળુઓ હજીયે ગુમ, પરિવારજનો ચિંતામાં
By GS Team
30 Aug 20261 min read
નેપાળ-તિબેટ સરહદે ભયાનક પૂર આવતા મુંબઈથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 61 સભ્યોના ગ્રુપનો સંપર્ક તૂટી ગયો છે. ડો. મિલિંદ ચિતળે અને તેમના પત્ની જાહ્નવીના નેતૃત્વ હેઠળનું આ ગ્રુપ 23 ઓગસ્ટે મુંબઈથી નીકળ્યું હતું. 25 ઓગસ્ટ સુધી સંપર્કમાં રહ્યા બાદ, 26 ઓગસ્ટથી તેમના વોટ્સએપ મેસેજ પણ વંચાયા નથી. પૂર પહેલાં તેઓ ચીનની સરહદ પાર કરી શક્યા કે કેમ તે અસ્પષ્ટ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વૉટ્સએપ મેસેજ હજી સામે છેડે વંચાયા નથી
મુંબઈ - નેપાશ-તિબેટ સરહદ વિસ્તારમાં આવેલા વિનાશક પૂરને કારણે મુંબઈથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ડૉ. મિલિંદ ચિતળે અને તેમની પત્ની જાહ્નવીના નેતૃત્વ હેઠળના ૬૧ સભ્યોના ગુ્રપનો સંપર્ક તૂટી ગયો છે. આ ગુ્રપ ૨૩ ઑગસ્ટે મુંબઈથી કાઠમાંડુ પહોંચ્યું હતું અને ૨૫ ઑગસ્ટની સાંજ સુધી પરિવારજનોના સંપર્કમાં હતું. જોકે ૨૬ ઑગસ્ટે તેમને અહીંથી મોકલાયેલા સંદેશાઓનો કોઈ જવાબ મળ્યો નથી. એ મેસેજ વંચાયા પણ નથી. આ ગુ્રપ એ દિવસે તિમુરેથી ચીનની સરહદ તરફ જવાનું હતું, પરંતુ પૂર પહેલાં તેઓ સરહદ પાર કરી શક્યા હતાં કે નહીં તે સ્પષ્ટ નથી.