Mumbai

મુંબઈના જીએસબી ગણપતિને ૭૦૩ કરોડનું વીમા કવચ

By GS Team
4 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈના માટુંગા સ્થિત કિંગ્સ-સર્કલના GSB ગણેશ સેવા મંડળના ગણેશજીને ₹703.27 કરોડનું વીમા કવચ મળ્યું છે. ગયા વર્ષે આ આંકડો ₹474 કરોડ હતો. આ ગણપતિ 66 કિલો સોના અને 335 કિલો ચાંદીના આભૂષણોથી શણગારાયેલા છે. ભક્તોની સુરક્ષા અને કિંમતી વસ્તુઓ માટે આ વીમો લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના જીએસબી ગણપતિને ૭૦૩ કરોડનું વીમા કવચ

માટુંગાના ગણપતિનો ગયાં વર્ષે ૪૭૪ કરોડનો વીમો હતોે

ગણેશજીને ૬૬ કિલો સોનાના અને ૩૩૫ કિલો ચાંદીના આભૂષણોનો શણગાર

મુંબઈ - મુંબઈના સૌથી શ્રીમંત ગણપતિ તરીકે ઓળખાતા કિંગ્સ- સર્કલના જીએસબી ગણેશ સેવા મંડળના ગણેશજીને ૭૦૩.૨૭ કરોડ રૃપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે ૪૭૪ કરોડનો વીમો ઉતારવામાં આવ્યો હતો.

જીએસબી  (ગૌડ સારસ્વત બ્રાહ્મણ) સેવા મંડળના શાનદાર મંડપમાં બિરાજતા ગણેશજીની પ્રતિમાને ૬૬ કિલો સોનાના અને ૩૩૫  કિલો ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવે છે. ઉપરાંત કિંમતી રત્નો અને માણેકથી સજાવવામાં આવે છે. એટલે જ કરોડોનો વીમો ઉતારવામાં આવે છે. આ વીમામાં ભક્તોની સુરક્ષાની બાબતોને આવરી લેવામાં આવે છે.

મુંબઈના સૌથી શ્રીમંત મંડળ તરીકે જાણીતા જીએસબી સેવા મંડળના સંયોજક ડો. ભુજંગ પૈએ જણાવ્યું હતું પાંચ દિવસની ગણેશોત્સવની ઉજવણી દરમ્યાન ભક્તોની સુરક્ષા, કિંમતી આભૂષણો તેમજ અન્ય મિલકતની સુરક્ષા માટે કરોડોનો વીમો ઉતારવામાં આવે છે. છેલ્લાં કેટલાય વર્ષો દરમ્યાન મહાગણપતિની પ્રતિમાને શણગારવા માટેના સોના- ચાંદીના દાગીના ભક્તજનો તેમજ સેવાદારો તરફથી દાનમાં આપવામાં આવ્યા છે. સોના- ચાંદીની કિંમતમાં જંગી વધારાને પગલે વીમાની રકમ પણ વધી ગઈ છે. જીએસબી ગણપતિ 'નવસાલા પાવનારા વિશ્વ ચા રાજા' એટલે કે ભક્તોની મનોકામના પૂરી કરતા વિશ્વના રાજા તરીકે ઓળખાય છે.