મુંબઈ યુનિ.માં 'ઈન્ડિયન નૉલેજ સિસ્ટમ'માં એમએ કોર્સનો પ્રારંભ

એનઈપી હેઠળ નવો કોર્સ શરુ કરાયો
ગણિત,
ખગોળવિદ્યા, રસાયણશાસ્ત્ર, તત્વજ્ઞાાન જેવા વિષયોને આધુનિક સંદર્ભ સાથે જોડાશે
મુંબઈ
- મુંબઈ યુનિવર્સિટીએ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી 'માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ઇન્ડિયન નોલેજ
સિસ્ટમ્સ (આઈકેએસ)' નામનો નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૃ
કરવાની જાહેરાત કરી છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી - ૨૦૨૦)ના ઉદ્દેશોને અનુરૃપ આ કોર્સ
ભારતીય જ્ઞાાન પરંપરા, સાંસ્કૃતિક વારસા અને પ્રાચીન વૈજ્ઞાાનિક સિદ્ધિઓના
અભ્યાસને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટીનું માનવું છે કે, આ
અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભારતની બૌદ્ધિક પરંપરાને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજવાની
તક આપશે.
બે વર્ષના આ અભ્યાસક્રમમાં ભારતીય ગણિત, ખગોળવિદ્યા, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નાટયશાસ્ત્ર,
કલા, સાહિત્ય, તત્ત્વજ્ઞાાન
અને વ્યવસ્થાપન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્સમાં પરંપરાગત જ્ઞાાનની
સાથે તેના આધુનિક ઉપયોગો અને સમકાલીન સમાજમાં તેની પ્રાસંગિકતા પર પણ ભાર મૂકવામાં
આવશે. અભ્યાસક્રમ આંતરવિષયક (ઈન્ટરડિસિપ્લિનરી) અભિગમ પર આધારિત હોવાથી વિવિધ
શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ મેળવી શકશે.
યુનિવસટીના જણાવ્યા મુજબ, આ કોર્સ વિદ્યાર્થીઓ માટે સંશોધન,
શિક્ષણ, સાંસ્કૃતિક અભ્યાસ, નીતિ વિશ્લેષણ અને હેરિટેજ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં નવી કારકિર્દીની
તકો ઊભી કરશે. ભારતીય જ્ઞાાન પ્રણાલીઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડવાના પ્રયાસોના
ભાગરૃપે શરૃ કરવામાં આવેલો આ અભ્યાસક્રમ પરંપરાગત જ્ઞાાન અને આધુનિક શિક્ષણ
વચ્ચેનો સેતુ મજબૂત બનાવશે તેમજ ભારતીય જ્ઞાાન વારસાના વૈશ્વિક પ્રસારને પણ
પ્રોત્સાહન આપશે.




