મહામુંબઇવાસીઓએ એક વર્ષમાં 3 લાખ ટન બટેટા પેટમાં પધરાવ્યા

ચિપ્સના
બટેટાનું સર્વાધિક ઉત્પાદન ગુજરાતમાં થાય છે
ઉત્તર
પ્રદેશ, મધ્ય
પ્રદેશ અને ગુજરાતથી બટેટા નવી મુંબઇ એપીએમસીમાં ઠલવાય છે
મુંબઇ
- દેશમાં સર્વાધિક બટેટાનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થતું હોવા છતાં બટેટાનો
સૌથી વધુ વપરાશ મહા મુંબઇ ક્ષેત્રમાં થાય છે. મુંબઇગરાને ભાવતા વડા-પાઉ, પાવ-ભાજી તેમજ હોટેલો અને ઘરમાં બનતા શાકમાં સૌથી વધુ બટેટાનો ઉપયોગ થાય
છે. એક સર્વે મુજબ મહા મુંબઇવાસીઓએ એક વર્ષમાં ત્રણ વાખ ટન બટેટા પેટમાં પધરાવ્યા
હતા.
નવી
મુંબઇની એ.પી.એમ.સી. માર્કેટમાં ગયા વર્ષે લગભગ સવા લાખ ટન બટેટાનું વેચાણ થયું
હતું. એટલે એમ કહી શકાય કે મહા મુંબઇના રહેવાસીઓએ પ્રતિદિન ૮૮૦ ટન બટેટા ખાધા હતા.
નવી
મુંબઇ એ.પી.એમ.સી.ની બટેટા બજારની ગણના દેશની સૌથી મોટી પટેટો માર્કેટમાં થાય છે.
આ માર્કેટમાં દરરોજ ૮૦૦ થી ૧૨૦૦ ટન બટેટાનું વેચાણ થાય છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને
ગુજરાતથી મુખ્યત્વે બટેટાની આવક થાય છે. મહારાષ્ટ્રમાં બહુ જ થોડા પ્રમાણમાં પુણે,
સાતારા અને કેટલાક અન્ય વિસ્તારમાં બટેટાનો પાક લેવાય છે.
એ.પી.એમ.સી.
માર્કેટમાંથી ઘરગથ્થુ વપરાશ માટે,
હોટેલો અને ચિપ્સ બનાવનારા કારખાનાવાળાને બટેટા વેંચવામાં આવે છે.
મુંબઇમાં વડાપાવનો જબરો ક્રેઝ છે. વડામાં, પાવભાજીમાં,
સમોસામાં અને ઘરે બનાવવામાં આવતા શાક-ભાજીમાં બટેટાનો છૂટથી ઉપયોગ
થાય છે. બટેટા સર્વમિત્રની જેમ બધા શાકમાં ભળી જાય છે. બીજું બીજા શાક કરતાં સસ્તા
હોવાથી સહુને પરવડે છે.
ચિપ્સ
બનાવવા માટે ખાસ પ્રકારના લેડી રોઝેટા અર્થાત એલ.આર. બટેટા વાપરવામાં આવે છે. આ
બટેટાની છાલ લાલાશ પડતા રંગની અને ગર સફેદ હોય છે. ગુજરાતના બનાસકાંઠા, સાવરકાંઠા અને સરવલ્લી
વિસ્તારમાં વધુમાં વધુ પ્રમાણમાં એલ.આર.
બટેટાનું ઉત્પાદન થાય છે.
અત્યારે
હોલસેલ માર્કેટમાં બટેટા ૬ થી ૧૨ રૃપિયે કિલો જ્યારે રિટેલ માર્કેટમાં બટેટા ૧૫ થી
૨૫ રૃપિયાની આસપાસ વેંચાય છે.




