ગરમીમાં મુંબઈના રહીશોને ડિહાઈડ્રેશન ઓછું, પણ આર્યન ઘટી જાય છે

ઉનાળામાં
વિવિધ શહેરોના દર્દીઓના યુરિન,
બ્લેડ ટેસ્ટનું તારણ
ગરમીની
અલગ અલગ શહેરોના દર્દીઓ પર જુદી જુદી અસરઃ
અન્ય સ્થળા કરતાં મુંબઈમાં
કોન્સ્ટ્રેટેડ યુરિનના કેસો ઓછા
મુંબઈ
- મુંબઈ દરિયાકાંઠા પર આવેલું હોવાથી
અહીંની આબોહવામાં વધી ગરમીની માનવ શરીર પર પડતી અસર અન્ય શહેરો કરતા જુદી હોય છે
તેવું એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે. દરિયાકાંઠો ન હોય તેવા શહેરોમાં વધુ તાપમાન
પર ડિહાઇડ્રેશન થતું હોય છે જે યુરિન ટેસ્ટ પરથી જાણી શકાય છે, જ્યારે મુંબઈના
રહેવાસીઓના યુરિન ટેસ્ટમાં એસિડિક યુરિન જોવા મળે છે.
એક
વીમા કંપનીએ ગત એપ્રિલ-મેમાં એક હેલ્થ ચેક અપ સર્વે કર્યો હતો અને તેના પરિણામોને નવેમ્બર ૨૦૨૫-ફેબુ્રઆરી
૨૦૨૬ (શિયાળો) સાથે સરખાવ્યા હતા તો વિશ્લેષણમાં જાણ થઈ કે મુંબઈમાં અન્ય શહેરોની
જેમ ડિહાઇડ્રેશન થતું નથી. ઉનાળામાં અહીંના દરદીઓમાં એ ેસિડિક યુરિન, ઓછા આર્યન લેવલ અને
ઓછા હિમેટોક્રિટ (રેડ બ્લડ સેલ્સ સંબંધી ટેસ્ટ) હોય છે. શિયાળાની સરખામણીમાં
ઉનાળામાં એસિડિક યુરિન ધરાવતા દર્દીઓનો હિસ્સો ૩૨ ટકા લા ેઆર્યન ધરાવતા દર્દીઓનો
હિસ્સો ૬૩ ટકા અને લો હિમેટોક્રિટ ધરાવતા દર્દીઓનો હિસ્સો ૩૮ ટકા વધ્યો હતો. અન્ય
શહેરોમાં ડિહાઇડ્રેશનથી કોન્સન્ટ્રેડેડ યુરિનના કિસ્સાઓ વધુ જોવા મળે છે. જ્યારે
મુંબઈમાં તો ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
થાણે
અને નવી મુંબઈ સહિત એમએમઆરમાં ૧૩૮૨
દર્દીઓના યુરિન ટેસ્ટ્સ અને
બ્લડટેસ્ટ્સનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠો નહીં ધરાવતા અને મુંબઈથી
જુદી આબોહવા ધરાવતા પુણેમાં ૮૨૩ દર્દીઓના લેબટેસ્ટ્સનું વિશ્લેષણ કરાયું હતું.
જોકે અહીં પણ ઉનાળામાં કોન્સ્ટનટ્રેડેડ યુરિન લેવલ્સ ઉનાળામાં શિયાળાની સરખામણીમાં
૨૨ ટકા નીચે હતા. તેજ રીતે લો સોડિયમ લેવલ ૫૦ ટકા ઘટયા હતા, જ્યારે લો હિમેટોક્રિટ
૨૮ ટકા ઘટયું હતું. જ્યારે એસિડિક યુરિન સ્તર સરખું જ રહ્યું છે.
રિપોર્ટ દર્શાવે છે કે પુણે દેશના અન્ય શહેરોના
સમર-ડિહાઇડ્રેશન પેટર્નથી વિપરીત છે અને પુણેને હીટવેવ હેડલાઇન સિટીમાં ગણી નહીં
શકાય તેવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. બેંગ્લુરુમાં ૬૮૦૮ દર્દીઓનો ડેટા
લેવાયો હતો. જેમાં ખબર પડી કે યુરિન અને બ્લડ માકર્સમાં વધારો થયો હતો એટલે કે લો
સોડિયમ એસિડિક યુરિન, કોન્સટ્રેટેડ યુરિન અને લો હિમેટોક્સિટ વગેરેના પ્રમાણમાં વધારો થયો હતો.
તેવું જ હૈદરાબાદ અને દિલ્હીમાં પણ જોવા મળ્યું હતું.




